પંચમહાલ, શહેરા: પંચમહાલ જીલ્લામાં સ્થાનિક સ્વરાજની નગરપાલિકાની ચુટણીમાં આ વખતે અપક્ષોની પેનલ પણ મેદાનમા છે.ગોધરા તેમજ શહેરાનગર પાલિકાની ચૂટણી યોજાવાની છે.જેને લઇને રાત્રી બેઠકો,ડોર-ટુ-ડોર પ્રચાર,ખાટલા બેઠકોનુ આયોજન કરવામા આવી રહ્યુ છે.શહેરા નગરપાલિકાની ચુટણી માટે અપક્ષ ઉમેદવારોએ લોકોની વચ્ચે જઈને પ્રચાર શરૂ કર્યો છે.
પંચમહાલ જીલ્લાની શહેરા નગરપાલિકાની ૬ વોર્ડ સમાવીશ ૨૪ બેઠકો માટે આગામી ૨૮ ફ્રેબુઆરીના રોજ મતદાન યોજાવાનુ છે.શહેરા નગરપાલિકામાં આ વખતે ચૂટણીનો માહોલ કઈક અલગ જ જોવા મળી રહ્યો છે.કારણ ભાજપ પછી મહત્વની પાર્ટી કોંગ્રેસે એક પણ ઉમેદવાર નગરપાલિકાની ચુટણીમાં ઉભો રાખ્યો નથી.હવે સીધો મૂકાબલો ભાજપ-અપક્ષ ઉમેદવારો વચ્ચે થવાનો છે.જેને લઈને અપક્ષ ઉમેદવારોએ મતદારો રિઝવવા માટે પ્રચાર શરુ કરી દીધો છે.શહેરા નગરપાલિકાના વોર્ડમાં ગ્રામ્ય વિસ્તાર પણ સમાવીશ છે.જેને પરાવિસ્તાર કહેવામા આવે છે.શહેરાના પરા વિસ્તારમાં અપક્ષ ઉમેદવારોએ લોકોની વચ્ચે જઇને પોતાને મત આપવા અપીલ કરી હતી.શહેરાના વોર્ડ-૨ના અપક્ષ ઉમેદવારો સૂશીલાબેન મારવાડી તેમજ તખતસિંહ સોલંકીએ પોતાના સર્મથકો સાથે
ખાટલા બેઠક યોજીને લોકોને મળીને મત આપવા અપીલ કરી હતી.
નોંધનીય છે કે શહેરા પાલિકામા વર્ષોથી ભાજપનુ શાસન છે.અપક્ષોએ સત્તા હાસલ ભારે કમર કસવી પડશે.વધુમા તેમને પરાસ્ત કરવામા સફળ થાય છે કે કેમ ?તેતો પરિણામ જ બતાવશે.હાલ તેઓ લોકોની વચ્ચે જઈ ઉમેદવારોએ પ્રચાર શરૂ કરી દીધો છે.
પંચમહાલ, શહેરા
