પંચમહાલ: જિલ્લામાં સ્થાનિક સ્વરાજની ચુટણીને લઈને ધમધમાટ શરૂ થઈ ગયો છે.ભાજપ અને કોંગ્રેસમા રાજીનામાઓના દોર વચ્ચે અપક્ષોએ પણ ઝંપલાવ્યુ છે.ઉમેદવારી ફોર્મ ભરવાની કામગીરી પુરી થઈ ગઈ છે.આ વખતે દિલ્લીમાં પ્રથમ વખત સરકાર બનાવનાર આમ આદમી પાર્ટીએ ત્રીજા મોર્ચા તરીકે જીલ્લા પંચાયત,તાલુકા પંચાયત,નગરપાલિકામાં પોતાના ઉમેદવારો ઊભા રાખ્યા છે.આમ આદમી પાર્ટી પોતે સ્થાનિક પ્રશ્નોને લઈને મતદારોની વચ્ચે જવાની છે.આમ આદમી પાર્ટી દાવો કરી રહી છે.પહેલા ભાજપ અને કોંગ્રેસ બે ચુટણીમાં લોકોને નજર પડતી હતી.
મતદારોએના છૂટકે ગમે તે એક પાર્ટી પર પસંદગી ઢોળવી પડતી હતી.ત્યારે હવે આમ આદમી પાર્ટી ત્રીજો વિકલ્પ બનીને ઉભરી આવી છે.ત્યારે મતદારોનો આ વખતેનો મિજાજ બદલાશે તેમ દાવો કરવામા આવી રહ્યો છે.હજી શરૂઆત છે.પણ ધીમે ધીમે તેઓ પંચમહાલમા વધૂ લોકો સુધી પહોચવામા સફળતા મેળવશે તેવૂ પણ કહેવૂ છે.આમ આદમી પાર્ટીએ પંચમહાલમા સ્થાનિક સ્વરાજની ચુટણીમાં ઊભા રાખેલા ઉમેદવારોની સંખ્યા જોઈએ તો જિલ્લા પંચાયત: 09,તાલૂકા પંચાયત: 31,નગરપાલિકા વોર્ડ: 10એમ કુલ મળીને કુલ -51 ઉમેદવારો ઉભા રાખ્યા છે. જેમા તાલૂકા દીઠ વિગતો જોવામા આવે તો નીચે પ્રમાણે છે.
ઘોઘંબા
જિલ્લા પંચાયત : 03
તાલુકા પંચાયત : 06
કાલોલ
જિલ્લા પંચાયત : 02
તાલુકા પંચાયત : 07
જાંબુઘોડા
જિલ્લા પંચાયત :01
તાલુકા પંચાયત : 01
હાલોલ
જિલ્લા પંચાયત : 01
તાલુકા પંચાયત : 03
ગોધરા
જિલ્લા પંચાયત : 01
તાલુકા પંચાયત : 03
ગોધરા
નગરપાલિકા : 10
મોરવા હડફ
જિલ્લા પંચાયત : 01
તાલુકા પંચાયત : 04
શહેરા
તાલુકા પંચાયત : 01
જીલ્લા પંચાયત:00
જિલ્લા પંચાયત: 09
તાલુકા પંચાયત: 32
નગરપાલિકા વોર્ડ: 10
કુલ :- 51ફોર્મ ભરવામા આવ્યા છે.
