પંચમહાલ : ગુજરાત પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ અમિત ચાવડાએ CM રૂપાણી પર ઇન્જેક્શન બાબતે સાધ્યું નિશાન

મોરવા હડફ,પંચમહાલ

પંચમહાલ જીલ્લાના મોરવા હડફ તાલુકાના સુલિયાત ખાતે કોંગ્રેસ પક્ષના ઉમેદવાર સુરેશકુમાર કટારાના ચૂટણીપ્રચારમાં ગુજરાત
પ્રદેશ કોંગ્રેસના અધ્યક્ષ અમિતભાઈ ચાવડાએ ઇન્જેકશન મામલે સીએમ રૂપાણી પર નિશાન સાધ્યુ હતૂ. અને આક્ષેપ કરતા જણાવ્યુ હતુ કે પ્રજાને ઇન્જેક્શન માટે વલખા મારવા પડે છે, લાઈનોમાં ઉભા રહેવું પડે છે છતા ઇન્જેક્શન નથી મળી રહ્યા ત્યારે પાટીલ ભાઉ પાસે ઇન્જેક્શન આવ્યા ક્યાંથી? આ બાબતે નક્કર કાર્યવાહી કરવી જોઈએ.

પત્રકારો સાથેની વાતચીતમા અમિત ચાવડાએ જણાવ્યુ હતુ કે “ઇન્જેકશન માટે લોકો લાઈનો મા ઉભા રહેદર દર દર ભટકે ઇન્જેકશનોની નફાખોરી થાય,કાળાબજારી થાય,તેમ છતા સરકાર મુકપ્રેષક બનીને બેસી રહે,ગૂજરાતમા ફાર્મા કંપની છે.અહીથી બીજા દેશમા દવાઓ,ઇન્જેકશનો એક્ષપર્ટ કરવા આવે,અને પોતાના રાજ્યમા લોકોને ઇન્જેકશન લેવા દર દર ભટકવૂ પડે,ઇન્જેકશન ન મળવાને કારણે પોતાના જીવ ગુમાવવા પડે તેવી પરિસ્થિતીનુ નિર્માણ થવા પાછળ રાજ્યની ભાજપની સરકાર જવાબદાર છે.એક બાજુ ઝાયડસ જેવી કંપની જાહેરાત કરે અમારી પાસે સ્ટોક નથી અમે ઇન્જેકશન નહી આપી શકીએ.બીજીબાજુ સૂરતના કલેકટર જાહેરાત કરે કે અમારી પાસે સ્ટોક નથી ઇન્જેકશન નહી આપી શકીએ.આખા ગુજરાતમાં ઇન્જેકશન નથી મળી રહ્યા તો ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ પાસે ૫૦૦૦ ઇન્જેકશન ક્યાથી આવ્યા.?
તેમને વિજય રુપાણીને સવાલ કર્યો હતો.કે રાજ્યમા સામાન્ય માણસને ઇન્જેકશન નથી મળતુ તો તમારી પાર્ટીના પ્રમૂખ સીઆરભાઉ પાસે ઇન્જેકશન આવ્યા ક્યાથી ? સરકારે આ ઇન્જેકશન જપ્ત કરવા જોઈએ.જ્યા તંગી પડી રહી છે.ત્યા પ્રોવાઈડ કરવા જોઈએ.”

▶️ આ ઈન્જેકશન કોરોનાગ્રસ્ત લોકો માટે છે.તેનો કોઈ અન્ય ઉપયોગ થવાનો નથી- સી.આર.પાટીલ

રેમડીસીવીર ઇન્જેકશન મામલે નિવેદનમાં સી.આર.પાટીલે મોરવા હડફ ખાતેની સમીક્ષા બેઠક દરમિયાન પત્રકારોને જણાવ્યુ હતુ સુરત શહેરના સેવાભાવી મિત્રોએ આ ઇન્જેકશન ખરીદ્યા છે.બજારભાવે ઇન્જેકશનો ખરીદીને ભારતીય જનતા પાર્ટીના માધ્યમથી અમે વિતરણ કરી રહ્યા છે.અમને પાચ હજાર ઇન્જેકશન આપવાનો કમીન્ટમેન્ટ છે.જે પણ લેવામા આવે તેને પુરક તરીકે સરકાર પોતાની રીતે ખુબ સારી વ્યવસ્થા ગોઠવી રહી છે.સરકારી હોસ્પિટલોમા વિના મૂલ્યે પુરવઠો આપી રહી છે.ખાનગી હોસ્પિટલો અને કેટલાક લોકો ઘરે સારવાર લઈ રહ્યા છે.તેમને ઇન્જેકશનની જરુર છે.એની કઈક અછત હતી.આ ઈન્જેકશન કોરોનાગ્રસ્ત લોકો માટે છે.તેનો કોઈ અન્ય ઉપયોગ થવાનો નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

For security, use of Google's reCAPTCHA service is required which is subject to the Google Privacy Policy and Terms of Use.

I agree to these terms.

Share via
Copy link
Powered by Social Snap