પંચમહાલ: જિલ્લાના કાલોલ ખાતે આવેલી કુશા કેમિકલ કંપનીમા ૨૧-૧૨-૨૦૨૦ની રોજ આગ લાગવાની ગંભીર ઘટના બની હતી. જેના કારણે ભારે અફરાતફરીનો માહોલ મચ્યો હતો. આગના કારણે તેના કાળા દિબાગ ગોટા દૂર દૂર સુધી દેખાયા હતા. હાલમા કંપની બંધ છે. ત્યારે કંપની બંધ થવાની હિલચાલના કારણે કર્મચારીઓ ભારે આઘાતમા છે. કંપની ચાલુ રહે તે માટે કુશા કેમીકલ કંપનીના કર્મચારીઓ દ્વારા જિલ્લા કલેકટરને આવેદન પત્ર આપવામા આવ્યું હતું.
આવેદન પત્રમાં જણાવામા આવ્યુ હતું કે, અમે કુશા કેમિકલ પ્રાઇવેટ લિ.કંપનીના કર્મચારીઓ છે. ૨૧-૧૨-૨૦૨૦ના રોજના દિવસે કંપનીમાં આગ લાગવાને કારણે ભારે નુકશાન થયેલુ હતું. જેનો આઘાત લાગેલ છે. હાલ પ્લાન્ટ બંધ છે. કંપનીની ચાલતી ગતિવીધીઓ પરથી કંપની કાયમી ધોરણે બંધ કરવાની હિલચાલ થઈ રહી છે. આ નિર્ણય મેનેજમેન્ટ દબાણવશ લઈ રહ્યું હોય તેમ લાગી રહ્યુ છે. ૩૫ વરસથી ચાલતી કંપનીમા ૫૦૦ જેટલા કર્મીઓ આ કંપનીમા કામ કરે છે. કોરોના માહોલમાં જો કંપની બંધ થાય તો અમને પરિવાર ચલાવાનુ મૂશ્કેલ પડી શકે છે. આવેદનમાં વિનંતી કરવામા આવી છે કે, રોજગારીના છીનવાય તે માટે વહિવટી તંત્ર મેનેજમેન્ટ સાથે વાટાઘાટો કરે તેવી રજુઆત કરવામાં આવી છે.
