પંચમહાલ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ દ્વારા આ મામલે કરી લેખિતમાં રજુઆત

પંચમહાલ: જિલ્લા કોંગ્રેસ સમિતીના પ્રમૂખ દ્વારા ઘોઘંબા તાલૂકામાં દિપડાના ત્રાસથી મૂકત કરાવવા જિલ્લા સમાહર્તાને લેખિત રજુઆત કરવામા આવી છે. વધુમાં પ્રમુખે શુક્રવારે દિપડાના હુમલામાં ઘાયલ થયેલા થયેલા યુવાનની મુલાકાત લીધી હતી. તેના ખબરઅંતર પૂછ્યા હતા.

પંચમહાલ જિલ્લાના વનક્ષેત્રથી આચ્છાદિત ગણાતા એવા ઘોંઘબા તાલૂકામાં માનવભક્ષી દિપડાના દહેશતથી સ્થાનિકોમાં ભયનો માહોલ સર્જાયો છે. આ મામલે પંચમહાલ જિલ્લા કોંગ્રેસ સમિતીના પ્રમુખ અજીતસિંહ ભટ્ટીએ ઘોંઘબા તાલૂકાના ગ્રામીણ વિસ્તારમાં રહેતા પ્રજાજનો અને પશુપાલકોને દિપડાના ત્રાસથી મૂકત કરવા માટે જિલ્લા કલેકટર અમિત અરોરાને લેખિત રજુઆત કરી છે.

પંચમહાલ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ દ્વારા આ મામલે કરી લેખિતમાં રજુઆત

લેખિત રજૂઆતમા જણાવામા આવ્યુ છે કે, પંચમહાલ જિલ્લાના ઘોંઘબા તાલૂકાના ગ્રામીણ વિસ્તારમાં 10 દિવસથી દિપડાનો ત્રાસ વધતો રહ્યો છે. દિપડાના હુમલાથી બાળકના મૃત્યુ તેમજ રાહદારી ખેડૂતો મહિલાઓ પર હુમલાઓ ચાલુ છે. જંગલખાતુ આ પ્રશ્ને નિષ્ફળ જણાય છે. જંગલખાતાના પ્રયત્નોને કોઈ સફળતા મળી નથી. આ સંજોગોમાં વિશેષ જાણકારો દ્વારા આધુનિક સાધનો સાથે અનુભવી ફોરેસ્ટ વિભાગના અધિકારીઓને સાથ લઈને પ્રજાજનોને દિપડાના ત્રાસથી મૂકત કરવા ખૂબ જ જરુરી છે. પ્રજાજનોમાં ભયનો માહોલ છે. તેમજ ખેતીકામ અને પશુધનને પણ ખતરો છે. આવા સંજોગોમાં ઉપયોગી પગલા ભરવા જોઈએ.તેવી માંગ આવેદનમાં કરવામા આવ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

For security, use of Google's reCAPTCHA service is required which is subject to the Google Privacy Policy and Terms of Use.

I agree to these terms.

Share via
Copy link
Powered by Social Snap