પંચમહાલ: જિલ્લામાં સવારેએકાએક વાતાવરણમાં પલટો સર્જાયો હતો. શિયાળાનો માહોલ ચાલી રહ્યો છે. ત્યારે ઘણીવાર સવારે ઘુમ્મસનો માહોલ સર્જાતો હોય છે.

જિલ્લાભરમાં આજે ગાઢ ધુમ્મસનો માહોલ સર્જાયો હતો. જેના કારણે વાહનચાલકોને હાલાકીનો સામનો પણ કરવો પડ્યો હતો. પંચમહાલ જિલ્લામાં શહેરાનગર અને તાલુકામાં આજે વહેલી સવારે ગાઢ ધુમ્મસ જોવા મળતા ઝીરો વિઝીબીલીટીનો અનુભવ થવા પામ્યો હતો.

શહેરાનગરમાં પણ ધુમ્મસને કારણે રોડ પર વાહનવ્યવહારને અસર પહોંચી હતી. શહેરાના ગ્રામીણ વિસ્તારમાં પણ અસર જોવા મળી હતી. ગ્રામીણ વિસ્તારોમાં ધુમ્મસનો અનુભવ થયો હતો. વાહનચાલકો પણ અકસ્માતની ભીતીને લઇને વાહનોની લાઈટ ચાલુ કરવાની તેમજ ધીમૂ વાહન ચલાવાની ફરજ પડી હતી.
