પંચમહાલ : જીલ્લામા ઉનાળાની ધીમી ધારે શરુઆત થઈ ગઈ છે.શિયાળો ધીમેધીમે વિદાય લઈ રહ્યો છે.ઉનાળામાં પાણીની સમસ્યા મોટાભાગે ઉભી થાય છે.ઘણીવાર લોકોને દુર સૂધી પાણી લેવા જવુ પડે તેવી પરિસ્થીતી પણ ઉભી થાય છે.શહેરા તાલુકામાં આવેલા ગ્રામીણ વિસ્તારના કેટલાક તળાવોમા પાણી ઓછુ જોવા મળી રહ્યુ છે.લાભી ગામે પાનમ હાઈલેવલ કેનાલની બાજુમા આવેલા તળાવમા પાણી ઓછુ થઈ જતા સ્થાનિક લોકોએ તળાવમા પાણી છોડવાની માંગ કરી છે.જેથી ઉનાળામાં પશુઓ માટે પીવાની પાણી માટે વ્યવસ્થા પુરી થઈ શકે.
પંચમહાલ જીલ્લાના શહેરા તાલુકામા કેટલાક ગામોમાં તળાવો આવેલા છે.જેનો ઉપયોગ લોકો ખેતીકામ માટે તેમજ પશુઓને પાણી પીવડાવા માટે ઉપયોગ કરે છે. ઉનાળો આવતાની સાથે પાણીની સમસ્યા હાલ ઉભી થાય છે.તળાવો સુકાઈ જાય છે.જેથી ઉનાળો ખેતી અને પશુઓને પાણી પીવા માટે ઉપયોગી થાય છે.લાભી ગામમાં સિંચાઈ તળાવ આવેલુ છે.તેનો ઉપયોગ ગામના લોકો શિયાળુ ખેતી કરવા માટે કરતા હોય છે. તળાવની આસપાસ આવેલા ખેતરોમા ખેડુતો આ તળાવનુ પાણી ખેતી માટે ઉપયોગ કરે છે. વધુમાં ખેડુતોના પશુઓ પણ આ તળાવમાંથી પાણીની તરસ છીપાવે છે.પંખીઓ પણ પોતાની તરસને છીપાવાતા જોવા મળે છે.
ચોમાસા સારો એવો વરસાદ થતા તળાવ પાણીથી ભરાઈ જતુ હોય છે.પણ ખેતીના ઉપયોગમા પાણીનો ઉપયોગ પણ એટલો જ થતો હોય છે.હાલ ઉનાળાની શરુઆત થાય તે પહેલા પાણી ખાલી થઈ ગયુ છે. ગામલોકોની માંગ પાનમસિંચાઈ કેનાલમાથી પાણી તળાવમા ભરવામા આવે.લાભી ગામે જે તળાવ આવેલુ છે.તે તળાવની બાજુમાથી પાનમહાઈલેવલ સિચાંઈ તળાવ કેનાલ પસાર થાય છે.આ કેનાલ માથી ઘણી વખત આ તળાવને પાણીથી ભરવામા આવ્યુ છે. હાલ આ તળાવમા પાણી ઓછું જોવા મળી રહ્યુ છે.પાનમકેનાલમાંથી પંપ વડે પાણી ભરવામા આવે તેવી માંગ કરવામા આવી રહી છે. જેથી ઉનાળામાં પશુઓને માટે પીવાના પાણીના પ્રશ્નોનુ નિકાકરણ આવે. હાલ જોવાનુ એ રહે છે. જવાબદાર તંત્ર દ્વારા આ સિંચાઈ તળાવમા પાણી નાખવામા આવે છે કે નહી?
