પંચમહાલ: સરકારી ગોડાઉનમાથી અનાજની ઘટ મામલે ₹ 3,72,67,900 કરોડ રૂપિયાની છેતરપીંડીની ત્રણ સામે ફરિયાદ

પંચમહાલ: જીલ્લાના શહેરા સેવાસદનની પાછળ આવેલા સરકારી ગોડાઉનમાં મામલતદાર અને પુરવઠા વિભાગની ટીમ દ્વારા ઘંઉની અને ચોખાના અનાજના કટ્ટાની ઘટ જણાતા તપાસનો ધમધમાટ શરૂ કરવામા આવ્યો હતો.આ મામલે શહેરાના મામલતદાર મેહુલ ભરવાડે ઈન્ચાર્જ ગોડાઉન મેનેજર,તથા અન્ય CAની ટીમના પ્રતિનીધી,તેમજ ટ્રાન્સપોર્ટના ડીલીવરી કોન્ટ્રાકર વિરૂધ્ધ શહેરા પોલીસ મથકમાં ફરિયાદ નોધાવી છે.વધુમા
૩,૭૨,૬૭,૯૦૦ કરોડ રૂપિયાના સરકારી અનાજનુ આર્થિક નૂકશાન કર્યુ હોવાનુ ફરિયાદમાં ઉલ્લેખ છે.

પંચમહાલ જીલ્લાના શહેરા તાલુકામથક ખાતે સરકારી અનાજ ગોડાઉન આવેલુ છે.શહેરા મામલતદાર મેહુલ કુમાર ભરવાડે અને પુરવઠા અધિકારીઓ દ્રારા ગોડાઉનમા તપાસ હાથ ધરવામા આવી હતી.જેમા ઘઉ અને ચોખાના અનાજની ગુણોની ઘટ જોવા મળી હતી.જેમા ઘંઉના ૧૩,૧૨૭ કટા,જેના રેટ ૧ કિવંટલના ૫૫૭૬ લેખે કુલ કિમંત ૩,૩૩,૧૬,૩૨૬ કરોડ,તેમજ ચોખાના ૧૨૯૮ કટ્ટા, જેનો ૧ કિવંટલનો ભાવ ૫૩૨૬ લેખે ૩૪,૫૬,૪૭૪ લાખ આમ ઘંઉ અને અનાજના ચોખાની મળીને કુલ કિમંત ₹ ૩,૭૨,૬૭,૯૦૦ કરોડ રૂપિયાની છેતરપીંડી કરીને આર્થિક નુકશાન પહોચાડવા બદલ શહેરા પોલીસ મથકમા ગુનો નોધવામા આવ્યો છે.જેમા આરોપી તરીકે (૧) કનૈયાલાલ નાગજીભાઈ રોત(ઈ.ચા.ગોડાઉન મેનેજર) (૨) ગોડાઉનમા તપાસણી કરનાર C.A ટીમના પ્રતિનીધી (વિજય તેવર એન્ડ કંપની,વિશાલ શાહ રહે,વડોદરા,) (૩) ડોરસ્ટેપ ડીલીવરી કોન્ટ્રાકટર,રોયલ ટ્રાન્સપોર્ટ વતી,આરીફ નુરુલ અમીન શેખ,સામે શહેરા પોલીસ મથકમા ફરિયાદ નોધાવા પામી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

For security, use of Google's reCAPTCHA service is required which is subject to the Google Privacy Policy and Terms of Use.

I agree to these terms.

Share via
Copy link
Powered by Social Snap