પંચમહાલ: ડેમલી તાલૂકા પંચાયત સીટ પર ભાજપના મહિલા ઉમેદવારને 4041 મત મળ્યા જ્યારે કોંગ્રેસના મહિલા ઉમેદવારને માત્ર 165 મત મળ્યા

શહેરા,પંચમહાલ : શહેરા તાલુકામાં સ્થાનિક સ્વરાજની ચુટણીઓની મતગણતરી હાથ ધરવામા આવી હતી.જેમા તાલુકા પંચાયતની ૨૮ બેઠક પર ભાજપે જીત હાસલ કરી હતી.ભાજપે મહિલા ઉમેદવારોને પણ ટીકીટ આપી હતી.આજના પરિણામે કોંંગ્રેસના સુપડાસાફ નાખ્યા છે.શહેરાની ડેમલી સીટ પર ભાજપના મહિલા ઉમેદવારે અધધધ કહી શકાય તેટલા મતોથી વિજેતા જાહેર થયા છે.ડેમલી તાલૂકા પંચાયતની સીટ પરથી બાહી ગામના રહેવાસી અસ્મિતાબેન હસમૂખકુમાર પરમારને ભાજપે ટીકીટ આપી હતી.જ્યારે તેમનો સીધો મુકાબલો કોંગ્રેસના આરતીબેન સાથે હતો.મતગણતરીમાં આજે પરિણામ જાહેર થયુ હતુ,તેમા અસ્મિતાબેન હસમૂખકુમાર પરમારને 4041 મત મળ્યા હતા.જ્યારે જેની સામે કોંગ્રેસને માત્ર 165 મત મળ્યા હતા.અસ્મિતાબેન વિજેતા બનતા તેમના સર્મથકોમાં આનંદની લાગણી છવાઈ ગઈ હતી.અસ્મિતાબેન અને તેમના પતિ હસમૂખભાઈએ તમામ મતદારોનો ખુબખુબ આભાર માન્યો હતો.અસ્મિતાબેનને પરિવાર અને સર્મથકો તરફથી ફુલહાર પહેરાવીને અભિનંદન પાઠવામાં આવ્યા હતા.

પંચમહાલ: ડેમલી તાલૂકા પંચાયત સીટ પર ભાજપના મહિલા ઉમેદવારને 4041 મત મળ્યા જ્યારે કોંગ્રેસના મહિલા ઉમેદવારને માત્ર 165 મત મળ્યા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

For security, use of Google's reCAPTCHA service is required which is subject to the Google Privacy Policy and Terms of Use.

I agree to these terms.

Share via
Copy link
Powered by Social Snap