પંચમહાલ:શહેરામા જીલ્લા પંચાયતની તમામ સીટ ભાજપ,જ્યારે તાલૂકા પંચાયત પર ૨૮ બેઠકો પર ભાજપ.

શહેરા,પંચમહાલ : પંચમહાલ જીલ્લામાં આજે સ્થાનિક સ્વરાજની ચુટણીને લઈને મતગણતરી હાથ ધરવામા આવી છે. શહેરાની કાંકરી ખાતે આવેલી મોડેલ શાળામાં ઉભા કરવા આવેલા મતગણતરી કેન્દ્ર ખાતે પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે મતગણતરી શરુ કરવામાં આવી હતી આ વખતે પણ ભાજપે શહેરા તાલુકા પંચાયતની સીટ પર કબજો કર્યો છે. જેમાં ૧૯ સીટોની મતગણતરી પૈકી ૧૭ સીટો ભાજપ અને એક કોંગ્રેસ અને એક અપક્ષના ફાળે ગઈ છે. આમ જોતા કુલ ભાજપે ૨૮ સીટો પર કબજો મેળવ્યો છે.

શહેરા તાલુકાની પંચાયત પર ભાજપે ફરી કબજો કરવામા સફળતા મેળવી છે. કાકંરી મોડેલ શાળામા મતગણતરી હાથ ધરવામાં આવી હતી.સાથે ઉમેદવારો પણ વિજેતા ટેકેદારો સાથે હાજર રહ્યા હતા.જેમ જેમ પરિણામ આવતુ જતુ હતુ તેમ તેમ ઉમેદવારોમાં ઉન્માદ વધતો જતો હતો.શહેરા તાલુકા અને જીલ્લા પંચાયતની બેઠકોની વાત કરવામાં આવે તો જેમાં શહેરા તાલુકા પંચાયતની કુલ ૩૦ બેઠકો છે.જે પૈકી ૧૯ બેઠકોનુ મતદાન હાથ ધરવામા આવ્યુ હતુ.
૧૧ બેઠકો બિનહરીફ થઈ હતી.જીલ્લા પંચાયતની ૪ બેઠકો પર મતદાન હાથ ધરવામા આવ્યુ હતુ. કુલ ૭ બેઠકો માથી ૩ બેઠકો બિન હરીફ જાહેર થઈ હતી.

શહેરા તાલુકા પચાંયતમાથી ૧૯ બેઠકોની મતગણતરી હાથ ધરવામા આવી હતી જેમાથી ૧૭ બેઠકો ભાજપને ફાળે તેમજ ૧ બેઠક કોંગ્રેસ તેમજ ૧ બેઠક અપક્ષને ફાળે ગઈ હતી.ભાજપે તાલુકા પંચાયતમાં કુલ ૨૮બેઠકો જીતી છે.

જ્યારે જીલ્લા પંચાયતની તમામ બેઠકો ભાજપને ફાળે આવી છે.
વિજેતા ભાજપના ઉમેદવારોએ લોકોના વિકાસના કામો કરવાની નેમ વ્યકત કરી હતી. વિજેતા ઉમેદવારોને તેમના સર્મથકો દ્વારા ફુલહાર પહેરાવામા આવ્યા હતા.જીલ્લા પંચાયત-તાલૂકા પંચાયતની તમામ બેઠકો પર ભાજપે કબજો કરી લીઘો છે. કોંગ્રેસને લોકોએ જાકારો આપ્યો છે તેમ કહી શકાય.શાતિપુર્ણ માહોલમાં ચુટણી પતી જતા વહીવટીતંત્રએ પણ હાશકારો લીધો હતો.
પોલીસ વિભાગ દ્વારા પણ ખડેપગે કાયદો અને વ્યવસ્થા જાળવા માટે ખડેપગે ઉભા રહીને ફરજ બજાવી હતી. ચુટણીના કાર્યમાં નગરપાલિકાના ચુટણી અધિકારી તરીકે કુમારી અમિતા પારઘી,જીલ્લા પંચાયતના ચુટણી અધિકારી તરીકે જયકુમાર બારોટ,તેમજ તાલુકા પંચાયતની ચુટણી માટે ચુટણી અધિકારી તરીકે મેહુલભરવાડ તેમજ અંકિતા બેન ઓઝાએ તેમજ ચુટણી કર્મચારીઓએ પ્રશંસનીય કામગીરી બજાવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

For security, use of Google's reCAPTCHA service is required which is subject to the Google Privacy Policy and Terms of Use.

I agree to these terms.

Share via
Copy link
Powered by Social Snap