પંચમહાલ:મોરવા હડફ વિધાનસભા પેટા ચૂટણી માટે ભાજપ-કોંગ્રેસના ઉમેદવારોએ વિજયમુર્હૂતમાં ફોર્મ ભર્યા.

પંચમહાલ : પંચમહાલ જીલ્લાના મોરવા હડફ વિધાનસભાની બેઠક(ST) પેટાચુટણી માટે ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારોએ પોતાના સર્મથકો સાથે ઉમેદવારી ફોર્મ ચુટણી અધિકારીને સુપરત કર્યા હતા.બંને ઉમેદવારોએ પોતાના વિજયનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

મોરવા હડફની ખાલી પડેલી વિધાનસભા બેઠકની પેટાચુટણી જાહેર થતાની સાથે રાજકીય માહોલમા ગરમાવો જોવા મળી રહ્યો છે.ભાજપ-કોંગ્રેસ બંને પક્ષો આ બેઠક જીતવા માટે કમર કસી રહી છે.ભાજપે ઉમેદવાર તરીકે નિમીષાબેન સૂથાર અને કોંગ્રેસે સુરેશભાઈ કટારાને ટીકીટ આપી છે.
આ બંને ઉમેદવારોએ પોતાના સર્મથકો સાથે મોરવા હડફના મામલતદાર કચેરી ખાતે ચુટણી અધિકારીને પોતાનુ ઉમેદવારી ફોર્મ સુર્પરત કર્યુ હતુ.મિડીયા સાથેની વાતચીતમાં ભાજપના નીમીષાબેન સુથારે જણાવ્યુ હતુ કે “આજે લોકસર્મથન અને સંગઠનના હોદ્દેદારો સાથે ઉમેદવારી ફોર્મ ભર્યુ છે.જંગી બહુમતીથી જીતશુ,આ પહેલા પુર્વ ધારાસભ્ય તરીકે મે કામગીરી કરી છે.અમારી સરકારે લોકો સુધી યોજનાઓ પહોચાડી છે.લોકોએ સરકાર તરફી વિશ્વાસ કેળવ્યો છે.લોકહિત માટે કાર્યો કર્યા છે.તેથી સૌના આર્શિવાદથી જીતીશુ.

કોંગ્રેસના ઉમેદવાર સૂરેશકુમાર કટારાએ પણ સર્મથકો સાથે ફોર્મ ભર્યુ.

કોંગ્રેસના ઉમેદવાર સૂરેશકુમાર કટારાએ પણ ચૂટણી અધિકારીને ઉમેદવારી ફોર્મ સૂપરત કર્યુ હતૂ.તેમની સાથે સર્મથકો હાજર રહ્યા હતા.સૂરેશભાઈ કટારાએ મિડીયા સાથેની વાતચીતમાં જણાવ્યુ હતુ કે”અમને અમારી જીતનો પુરે પુરો વિશ્વાસછે.
કાર્યકરો અમારી સાથે છે.વધુમા તેમને જણાવ્યુ કે મોરવા હડફ તાલુકામાં માઇગ્રેશનનો પ્રશ્ન છે.અહી પુરતી રોજગારીની સુવિધા નથી.તેના કારણે લોકો માઈગ્રેટ થાય છે.તેમને મજૂરી માટે કચ્છ,કાઠીયાવાડ બાજુ જવુ પડેછે.પાણીની સૂવિધા છે.પણ અહી સિંચાઈનુ પાણી મળતુ નથી.તેમ આક્ષેપ સાથે જણાવ્યુ હતૂ.મોરવા હડફ વિધાનસભા બેઠકના ઉમેદવારી ફોર્મ ભરાયા બાદ હવે ખરો ચૂટણી પ્રચાર શરુ થશે.

ભાજપ-કોંગ્રેસના અગ્રણી હોદ્દેદારો રહ્યા હાજર

ભાજપ-કોંગ્રેસના ઉમેદવારોએ ઉમેદવારી ફોર્મ વિજયમુર્હૂતમા ભર્યા હતા.ત્યારે બંને પાર્ટીઓના અગ્રણીઓ હાજર રહ્યા હતા,જેમા ભાજપમાથી મંત્રી ગણપતભાઈ વસાવા,રાજ્યમંત્રી જયદ્રથસિંહ પરમાર,રાજ્યમંત્રી
બચુભાઈ ખાબડ, મહામંત્રી ભાર્ગવ ભટ્ટ,અને જીલ્લા પ્રભારી પરાક્રમસિંહ જાડેજા,જીલ્લા પ્રમૂખ અશ્વિનભાઈ પટેલ હાજર રહ્યા હતા.જ્યારે કોંગ્રેસમાંથી જીલ્લા પ્રમુખ અજિતસિંહ ભટ્ટી,માજી સાસંદ નારણભાઈ રાઠવા તેમજ પ્રભાબેન તાવિયાડ સહિત અન્ય પદાધિકારીઓ હાજર રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

For security, use of Google's reCAPTCHA service is required which is subject to the Google Privacy Policy and Terms of Use.

I agree to these terms.

Share via
Copy link
Powered by Social Snap