ભારતમાં કોરોના કેસની સંખ્યા એક કરોડને પાર, જાણો છેલ્લા 24 કલાકમાં કેટલા કેસ નોંધાયા

ભારતમાં કુલ કોરોના કેસ હવે એક કરોડ પર પહોંચી ગઈ છે. અમેરિકા બાદ માત્ર ભારતમાં એક કરોડના કેસ નોંધાયા છે.

દેશમાં પાછલા 24 કલાકમાં 25,153 નવા કેસ નોંધાયા છે. કુલ સંક્રમિત લોકોમાંથી 1,45,136 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. સાથે 95 લાખ 50 હજારથી વધુ લોકો સાજા થઈ ચુક્યા છે. હાલમાં ભારતમાં 3,08,751 સક્રિય કેસ છે.

ભારતમાં કોરોના સંક્રમણનો દર ધીમો પડી રહ્યો છે

ભારતમાં 90 લાખથી એક કરોડના કેસો સુધી પહોંચવામાં ભારતને 29 દિવસનો સમય લાગ્યો છે. છેલ્લાં 3 મહિનાથી ભારતમાં કોરોનાનાં કેસમાં ઘટોડો રહ્યાં છે. 15 સપ્ટેમ્બરે ભારતમાં કોરોના કેસો 50 લાખને પાર કરી ગયા હતા. 17 સપ્ટેમ્બરના રોજ ભારતમાં 98,795 કેસ નોંધાયા હતા, જે અત્યાર સુધીમાં 24 કલાકમાં સૌથી વધુ કેસ નોંધાયા છે.

જો આપણે રાજ્યોની વાત કરીએ તો, દક્ષિણ ભારતના રાજ્યોમાં કોરોનાના કેસોમાં ઝડપથી ઘટાડો થયો છે. 19 નવેમ્બરના રોજ, જ્યારે ભારતને 90 લાખનો આંકડો મળ્યો હતો, ત્યારે દક્ષિણ રાજ્યોમાં કુલ કેસોનો હિસ્સો 37 ટકા હતો. ત્યારબાદના 10 લાખ કેસોમાં તેઓનો હિસ્સો માત્ર 27 ટકા હતો.

અમેરિકામાં અત્યાર સુધીમાં 1 કરોડ 70 લાખ કેસ નોંધાયા છે. અમેરિકા અને ભારત બાદ બ્રાઝિલમાં સૌથી વધુ કેસ નોંધાયા છે. ત્યાં સુધીમાં લગભગ 71 લાખ લોકોને સંક્રમિત થઈ ચુક્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

For security, use of Google's reCAPTCHA service is required which is subject to the Google Privacy Policy and Terms of Use.

I agree to these terms.

Share via
Copy link
Powered by Social Snap