‘દુષિત પાણી કોઈ ગંભીર સમસ્યા નથી’, ભાવનગરમાં પાણી મામલે મહિલાઓમાં આક્રોશ

પાર્થ મજેઠીયા, ભાવનગર: શહેરના કુંભારવાડા ગોકુળનગરમાં ડ્રેનેજ યુક્ત દુષિત પાણીના કારણે સ્થાનિક રહીશો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે રોગચાળો ફેલાવાનો ભય સતાવી રહ્યો છે, તોબા પોકારી ઉઠેલી મહિલાઓએ શુઘ્ઘ પાણી આપો પાણી આપોના પોકાર છાજિયાં લઈને આક્રોશ વ્યકત કર્યો હતો.

બીજી તરફ મહાનગરપાલિકાના અઘિકારી આ વિસ્તારમાં દુષિત પાણીનો એવો મોટો ગંભીર પ્રશ્ન નથી તેમ જણાવી રહ્યાં છે, મનપાના અધિકારી જે દુર્ગંધ યુકત ગંદુ પાણી લોકોને મળી રહ્યું છે તેને મોટો નહીં સામાન્ય પ્રશ્ન ગણી રહ્યાં છે અને કામગીરી શરૂ છે ફોલ્ટ હાથમાં આવશે એટલે થઈ જશે ચોક્કસ સમય બતાવવાથી દુર રહ્યાં હતાં. હવે જ્યાં સુધી ફોલ્ટ નહીં મળે ત્યાં સુધી સ્થાનિક રહેવાસીઓને દુષિત પાણી મળશે તે પણ એક સવાલ છે, ડ્રેનેજ વિભાગનું કામ ચાલતું હોવાથી દુષિત પાણી આવે છે તેવું મનપાના અધિકારી જણાવી રહ્યા છે.

આ ગંદુ અને દુર્ગંધ પાણીના કારણે જો રોગચાળો પ્રસરસે તો જવાબદારી કોની તેવો સવાલ લોકોએ ઉઠાવ્યો છે, એક તરફ શિયાળાની ઋતુમાં લોકોને પાણીનો પ્રશ્ન સતાવી રહ્યો છે ત્યારે રાજકીય પક્ષો લોકોની સમસ્યા તરફ ઘ્યાન આપવાના બદલે આગામી મનપાની ચૂંટણીમાં મતો અંકે કરવા માટે વિરોઘ પક્ષ વિવિધ મુદ્દાઓ ઉઠાવી રેલીઓ કાઢી આવેદનપત્ર પાઠવી વિરોઘ કરી રહ્યાં છે.

ત્યારે શાસક પક્ષ ખાત મુહૂર્તના ખાડાઓ ખોદી રહ્યાં છે, ગત પાંચ વર્ષમાં શાસક અને વિરોઘ પક્ષને કેમ બઘા કામો અને મુદાઓ યાદ ન આવ્યા અને ચૂંટણી સમયે યાદ આવ્યા તેવો સવાલ પણ સહજ રીતે થઈ રહ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Share via
Copy link
Powered by Social Snap