કિશન બાંભણિયા,ગીર સોમવાર: છેલ્લા આઠ માસથી કોરોના મહામારીને લીધે પ્રજા હાલાકી ભોગવી રહી છે અને કોરોનાથી બચવા સરકાર દ્વારા વિવિધ ગાઇડ લાઇન વખતો વખત બહાર પાડવામાં આવેલ હોવા છતાં આ મહામારી અટકાવાનું નામ લેતી ન હોય અને પ્રજામાં પણ કોરોના વેક્સિન ક્યારે આવશે તેવો સવાલ હતો. પરંતુ છેલ્લા એક માસથી વેક્સીન આવવાની ગતવિધી શરૂ થવા પામેલ છે. ત્યારે સરકાર દ્વારા તમામ જીલ્લા અને તાલુકા મથકો પર ધરે ધરે સર્વે કરવાના આદેશ કર્યા હોય તે અનુસંધાને ઊના શહેરમાં આરોગ્ય વિભાગ દ્રારા સર્વેની કામગીરીનો પ્રારંભ છેલ્લા બે દિવસથી કરવામાં આવેલ છે. પરંતુ લોકો દ્વારા આ વેક્સીનના સર્વે બાબતમાં સહકાર મળતો ન હોવાનું જાણવા મળી રહ્યુ છે.
ઉના શહેરમાં 14 હજાર મકાન અને 65 હજારની વસ્તીમાં સ્થાનિક આરોગ્ય વિભાગના 28 કર્મચારી ઓની 14 ટીમ દ્રારા શહેરના વિવિધ વિસ્તારોમાં બે દિવસથી સર્વેની કામગીરીનો પ્રારંભ કરવામાં આવેલ છે. અને હાલના 14 ટીમના 28 કર્મચારીઓ સવારથી સાંજ સુધી સર્વેની કામગીરી કરી રહ્યા છે. પરંતુ કોવીડ 19ના વેક્સીનના સર્વેમાં લોકો દ્વારા સહકાર મળતો ન હોવાનું સર્વે કરતા આરોગ્ય કર્મચારીઓએ ઉપલા અધિકારીને ફરીયાદ કરેલ છે. જ્યારે સર્વે કરતી આરોગ્યની ટીમ જ્યારે સર્વે કરવા જાય છે. ત્યારે ધણા લોકો ધરનો દરવાજો ખોલતા નથી તો ધણા લોકો સર્વેની ટીમના કર્મચારી ઓને નામ પણ લખાવતા નથી. અને સાફ શબ્દોમાં કહી આવે છેકે અમારે વેક્સીન અપાવવી નથી. આમ છેલ્લા બે દિવસના સર્વેમાં ધણા પરીવારો માંથી આરોગ્ય ટીમને સર્વેની કામગીરીમાં જાકારો મળી રહ્યો હોય તે દુખની બાબત છે. એક તરફ કોરોનાની મહામારી ચાલી રહી છે. તો બીજી તરફ વેક્સીનનો સર્વે થઇ રહ્યો છે. તેમાં સહકાર પણ આપતા ન હોય આવી બાબત આરોગ્ય અધિકારી માટે હાલ માથાના દુખાવા સમાન બની ગયેલ હોવાનું જાણવા મળી રહ્યુ છે.
1- સર્વેની કામગીરી સંદર્ભે બ્લોક હેલ્થ ઓફીસર ડો.પંપાણીયા સાથે વાત કરતા તેમણે જણાવેલ હતુ કે કોવીડ 19 વેક્સીન સંદર્ભે 14 ટીમ સર્વેની કામગીરી કરી રહી છે. ત્યારે ધણા લોકો ધરનો દરવાજો ખોલતા નથી. તો ધણા લોકો સર્વેની ટીમના કર્મચારીને નામ પણ લખાવતા નથી. અને દિવસ દરમ્યાન સર્વે કરતા કર્મચારી ઓના ફોન આવે છે. અને પછી લોકોને સમજાવવા પડે છે. તેથી બહુ જ વાર લાગે છે. જ્યારે લોકોએ આ બાબત સમજી સહકાર આપવો જોઇએ.
2- કોવીડ 19 વેક્સીનના ડોર ટુ ડોર સર્વેમાં ઉના શહેરમાં 14 ટીમ દ્વારા સર્વેની કામગીરી હાથ ધરાઇ છે. ત્યારે શહેરમાં 14 હજાર ધર હોય આ કામગીરી 28 દિવસમાં પૂર્ણ થઇ જશે. હાલ તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં પણ સર્વની કામગીરીના પ્રારંભ થઇ ગઈ છે.
3- કોરોના મહામારી માંથી બહાર આવવા સરકાર દ્વારા અથાગ પ્રયત્નો થઇ રહ્યા છે. અને હાલ સરકારના આરોગ્ય વિભાગ દ્વારા કોરોના વેક્સીન સંદર્ભે ડોર ટુ ડોર સર્વે થઇ રહ્યો છે. ત્યારે શહેરીજનો એ આરોગ્ય કર્મચારી સર્વેની કામગીરીમાં સહકાર આપી પોતાના પરીવારની સંપૂર્ણ વિગત આપવા ન.પા.પ્રમુખ કે.સી.રાઠોડ દ્વારા અપીલ કરવામાં આવી છે.
