આપણે મોટાભાગે તમામ જગ્યાએ નિષ્ફળ થયા. અયોગ્ય વર્તનને લીધે છેલ્લા એક મહિનાથી વધુને વધુને વૃદ્ધોને કોરનાનો ચેપ લાગી રહ્યો છે. તેમા સૌથી વધું આઇસીયુમાં જ ખત્મ થઇ રહ્યા છે.
આપણે આપણા બાળકોને નિષ્ફળ કર્યા છે. વધુને વધુ પરિવારોને કોરોના ચેપ લાગી રહ્યો છે. વધુને વધુ બાળકો તેમના માતાપિતાથી દૂર રહે છે . પરિવાર પર મોટો આર્થિક બોજો આવે છે. જેનાથી આપણા બાળકોના ભવિષ્ય માટે પણ પૈસા બચતા નથી અને તમામ કમાઇ રહેલા પૈસા હોસ્પિટલમાં કોરાના માટે ખર્ચ કરવામાં આવે છે.
આપણે આપણા દેશમાં પણ નિષ્ફળ ગયા છીએ. અમે એક દેશ તરીકે વિશ્વભરમાં પ્રકાશ ધરાવનાર કહેવાયા. વિશ્વના તમામ નિષ્ણાતોએ કહ્યું કે ભારતીયોએ કોવિડને નિયંત્રણમાં રાખવામાં સારું કામ કર્યું છે. પરંતુ હવે તે તમામ આપણી બેદરકારીની વાત કરી રહ્યા છે.
આપણા રાજકીય પક્ષો પણ નિષ્ફળ ગયા છે. છેલ્લાં ત્રણ મહિનામાં અનેક જગ્યાએ ચૂંટણી યોજાઇ હતી અને રેલીઓ પણ કરવામાં આવી હતી. જેને લઇ લોકોને જોખમમાં મૂકવામાં આવ્યા હતા. તેઓ કહે છે કે રેલીઓ પછી કોરોના કેસમાં કોઈ વધારો થયો નથી અને શું ખરેખર આ વધારો થવાનું કારણ નથી?
આપણું મીડિયા નિષ્ફળ ગયું છે. તેઓએ જાગૃતિ અભિયાન અટકાવ્યું. તેને કોરોના વિશે ઓછામાં ઓછા સમાચાર આપવાનું શરૂ કર્યું. એ કારણ હતું કે તેમને લાગે છે કે લોકોએ જેમાં રસ ગુમાવ્યો છે અને તેથી તે અર્થતંત્ર માટે સારું નથી. તેથી હવે બધું અર્થતંત્ર પર આધારિત છે.
હું તમામ લોકોને કહીશ કે આજે જ્યારે તમે ઘરે જશો. ત્યારે તમારા બાળકો અથવા માતાપિતાની આંખોમાં જોશો અને પછી તમને ખબર પડશે કે આપણે શું ભૂલ કરી રહ્યા છીએ.
સોસાયટીઓ પછીની સોસાયટીઓ માઇક્રો કંન્ટેનમેન્ટ ઝોનમાં આવી રહી છે. લોકોએ ગ્રપમાં રમવાનું શરૂ કર્યું, તમામ લોકોએ ભેગા થવાનું શરૂ કર્યું, અને એકબીજાના ઘરે સહેલાથી જવાનું અને ફરવાનું શરૂ કર્યું. અને ત્યારબાદ પહેલા એક માળ પછી બીજા માળમાં ફેલાતું હતું અને પછી ફ્લેટ્સ પછી ફ્લેટમાં ફેલાતું ગયુ. સોસાયટીમાં સ્વચ્છતા ડ્રાઇવનો અંત આવ્યો. લિફ્ટ્સ અને કોમન જગ્યાઓ પર સ્વચ્છમાં કોઇ કાળજી લેવામાં આવી ન હતી.
લેખક : ડૉ. યોગેશ ગુપ્તા
MD PHYSICIAN
ફોન : 99250-06256
ઈમેલ : [email protected]
