હમ અગર ઉઠે નહી તો : પાંચમી સપ્ટેમ્બરે બંધારણીય અધિકારો પરના હુમલાનો વિરોધ કરશે સંગઠનો

દેશના બંધારણીય અધિકારો પર થઇ રહેલા હુમલાઓ સામે મહિલા સંગઠનો, LGBTQIA સમુદાયો અને માનવ અધિકાર સંગઠનો દ્વારા આગામી ૫ સપ્ટેમ્બર અને શિક્ષકદિનના દિવસે એક અનોખો વિરોધ કાર્યક્રમ “હમ ઉઠે નહીં તો…” ન એકદિવસીય આયોજન કરી રહ્યા છે. 

ભારતીય બંધારણ અને તેના લોકશાહી મૂલ્યો અભૂતપૂર્વ કટોકટીનો સામનો કરી રહયા છે. પાછલા થોડા વર્ષોએ દેશમાં લોકશાહી સંસ્થાઓનું પતન થતા જોયું છે. ન્યાયતંત્ર અને અન્ય દેખરેખ સંસ્થાઓની સ્વતંત્રતા શંકાના ઘેરામાં આવી ગઈ છે અને સંસદીય કામગીરીમાં ગંભીર રીતે બાંધછોડ થઈ રહી છે. તેની સામે લડત આપવા માટે આ  સંગઠનો મેદાનમાં  ઉતરી રહ્યા છે.

ચૂંટણી ભંડોળમાં પારદર્શકતાના અભાવને સરકાર દ્વારા સંસ્થાગત કરી દેવામાં આવ્યો છે, જે નિગમોને તેમનું કાળું નાણું ગુપ્ત રીતે શાસિત પક્ષોની તિજોરી તરફ વાળવાની છૂટ આપે છે. 

માહિતી અધિકાર અધિનિયમ હેઠળના નાગરિકોના સરકારને સવાલો કરવાના અને તેને જવાબદાર ઠેરવવાના મૂળભૂત લોકશાહી અધિકારો પર પ્રહાર કર્યા છે.

 દેશમાં ફાસીવાદ અને નવ-ઉદારતાવાદ બળોનો વિકાસ થઈ રહ્યો છે અને પરિણામે સમાજમાં હિંસાની વૃધ્ધિએ, મહિલાઓની અને LGBTQIA સમુદાયોના સભ્યોના જીવન પર ઊંડી અસર કરી છે. 

લઘુમતી પરના હુમલાઓએ સરકાર દ્વારા નાગરિકતા સુધારા અધિનિયમને રાષ્ટ્રીય નાગરિકતા નોંધણી (NRC) અને રાષ્ટ્રીય વસ્તી નોંધણી (NPR)ની સાથે સંસદ દ્વારા આગળ વધારવામાં આવ્યો, જે ભારતીય નાગરિકતા આપવા માટે ધર્મને આધાર બનાવીને ભારતીય બંધારણના બિનસાંપ્રદાયિક માળખાનો નાશ કરે છે.

સમગ્ર ભારતમાંથી લોકો બંધારણની સુરક્ષા માટે એક અનોખી મહિલા દ્વારા દોરવાયેલ આંદોલન માટે ઉતરી આવ્યા છે. મહિલાઓ અને લોકો કે જેઓએ એકતા, શાંતિ અને બંધારણ માટે કામ કર્યું છે તેઓની ધરપકડ થઈ રહી છે અને તેઓને જેલમાં પૂરી દેવામાં આવી રહ્યા છે.

ગયા વર્ષે ઓગસ્ટમાં, કલમ ૩૭૦ નાબૂદ કરીને જમ્મુ અને કાશ્મીરનો વિશેષ રાજ્યનો દરજ્જાને ખતમ કરીને સરકારે ભારતના બંધારણ અને સંઘવાદ ઉપર હુમલો કર્યો હતો. એક વર્ષ પછી પણ ઈન્ટરનેટને સેવા પૂર્વવત કરવામાં નથી.

છેલ્લા થોડા વર્ષ, બંધારણ દ્વારા ખાતરી આપતા અભિવ્યક્તિ સ્વાતંત્ર્ય – પહેરવેશ, વાણી, લેખન, ખાવાના અને પસંદ કરવાના  અધિકાર – પર સામેથી થતા હુમલાના સાક્ષી છે, જેને મહિલાઓ અને LGBTQIA સમુદાયોને અપ્રમાણસર રીતે પ્રભાવિત કર્યા છે.

 ગેરકાયદેસર પ્રવૃત્તિ નિવારણ અધિનિયમ ૨૦૧૯ હેઠળ વિવિધ આંદોલનોમાં પ્રવૃત્ત કર્મશીલો, પત્રકારો અને વિદ્વાનો જામીનની કાયદાકીય જોગવાઈ વગર જેલમાં સબડી રહ્યા છે; અને ગૌરી લંકેશને તો વાણી અને અભિવ્યક્તિના મૂળભૂત અધિકારનો ઉપયોગ કરતા અટકાવવામાં આવ્યા છે.

પોલીસના જુલ્મોના, જેમાં જેલમાં મૃત્યુ પણ સામેલ છે, ભયજનક કેસો સાથે કાયદાના નિયમોમાં એકધારું પતન થઈ રહ્યું છે. 

નવ-ઉદારતાવાદ આર્થિક નીતિઓ અને વિકસતા ઘોર મૂડીવાદે સામાન્ય રૂપે મહિલાઓને પ્રતિકૂળ રીતે પ્રભાવિત કરી છે, પરંતુ ખાસ કરીને તેઓને જેઓ દલિત, આદિવાસી અને અન્ય વંચિત સમુદાયોથી છે. તેમનો નાજુક આર્થિક આધાર ઉજડી ગયો છે.કોવિડ-૧૯ સંકટે વર્તમાન શાસનનો ઉદાસીન અને ગરીબી-વિરોધી સ્વભાવ વધુ ખુલ્લો પાડી દીધો છે. 

આ વૈશ્વિક મહામારીનો સામનો કરવા બિનઆયોજીત અને કઠોર લોકડાઉન લાદવામાં આવ્યું જે આર્થિક બરબાદીમાં પરિણમ્યું. ઉદ્યોગો અને ઘણી સેવાઓમાં લોકડાઉન એટલે બેરોજગારી, કોઈ વસવાટ નહી, કોઈ કમાણી નહી અને તેથી ભૂખમરો કે જે શ્રમિકોને શહેરોથી ૭૦૦-૮૦૦ કિલોમીટર પગપાળા ચાલીને માદરે વતન તરફ મોટા પાયે સ્થળાંતર તરફ દોરી ગયો.

ક્યારેક મળતું ભોજન, અને ઘણા અતિભારિત ટ્રકમાં માર્ગ અકસ્માતમાં અને કેટલાક તેમની આ સફર દરમ્યાન માર્યા ગયા આવા હ્રદયદ્રાવક અહેવાલો અને તસ્વીરો જોવા મળી હતી. 

ભારતનું અર્થતંત્ર નોટબંધીની દુર્ઘટનામાંથી હજી તો બેઠું થવા સંઘર્ષ કરી રહ્યું છે, જે ૪૫ વર્ષની સૌથી ખરાબ બેરોજગારીમાં પરિણમ્યું છે. લોકડાઉને બેરોજગારીપણાની આ કટોકટીને આપત્તિજનક પ્રમાણમાં ધક્કો માર્યો છે. અનૌપચારિક ક્ષેત્રના શ્રમિકો, જેમાંની મોટા ભાગની મહિલાઓ છે.

વર્તમાન સમયમાંસરકાર જાહેર ક્ષેત્રના એકમો કે જે ભારતના લોકોની માલિકી છે તેના ખાનગીકરણમાં વ્યસ્ત છે અને પર્યાવરણ અસર આકારણીનો પણ નાશ કરવાનો પ્રયાસ કરી રહી છે અને આમ આપણી નદીઓ, જંગલો અને જમીનો લૂંટવાનું સરળ કરી રહી છે અને સાથે-સાથે કૃષિ નીતિમાં પ્રતિકૂળ બદલાવોનો પ્રસ્તાવ મૂકી રહી છે.

નવી શિક્ષણનીતિ એ ભારતીય શિક્ષણ પધ્ધતિનો નાશ કરવાનું એકપક્ષીય અભિયાન છે. તેઓ શિક્ષણ પધ્ધતિનું વધુ કેન્દ્રીકરણ, સાંપ્રદાયિકતા અને વ્યવસાયીકરણની સુનિશ્ચિતતા શોધી રહ્યા છે. આની ખાસ કરીને સમાજના અત્યંત ગરીબ લોકોના શિક્ષણ પર નકારાત્મક અસર થશે.

લોકડાઉન દરમ્યાન લિંગ આધારિત હિંસા અને દલિતો વિરુધ્ધ જાતિ આધારિત અત્યાચાર ખૂબ જ તીવ્ર ગતિએ વધ્યા છે. સજા-મુક્તિથી મહિલાઓ વિરુધ્ધ હિંસા વધી છે અને યોગ્ય અંદાજપત્રીય ફાળવણી અને ગુનાઓને રોકવા માટે વર્તમાન કાયદાઓનો કડક અમલની સુનિશ્ચિતતા આપવાના બદલે કેન્દ્ર સરકાર મહિલાઓ સાથે છેતરપિંડી કરવા માટે એક નવું કાર્ય વિશેષ દળ ઊભું કરી રહી છે. 

પ્રતિબંધાત્મક કાયદો જેવો કે ટ્રાન્સજેન્ડર વ્યક્તિ (અધિકારોની સુરક્ષા) અધિનિયમથી ટ્રાન્સજેન્ડર વ્યક્તિઓના અધિકારો પર અવળી અસર થઈ છે. સમગ્ર LGBTQIA સમુદાયોની સલામતી અને અધિકારોની સુરક્ષા માટે ઘણી ઓછી જોગવાઈઓ છે, વધુમાં સરકાર ચૂપ રહે છે અને તબીબી સંસ્થાઓમાં પણ અનુસરવામાં આવતા  શંકાસ્પદ “પરિવર્તન” ઉપચારના ઉપયોગને નિયત્રિત નથી કરતી.

કોવિડ-૧૯ ને ઘટાડવાના નામે SC/ST/OBC અનામતને, અનુસૂચિત જાતિ/જનજાતિ અત્યાચાર નિવારણ અધિનિયમ અને મહિલાઓને રક્ષણ આપતા કાયદાઓને કમજોર કરવાની પણ અનેક ગતિવિધિઓ થઈ રહી છે જે કેન્દ્ર સરકારનું મહિલા-વિરોધી વલણ દર્શાવે છે.

ભારતના બંધારણની સુરક્ષા માટેના અંદોલનમાં મહિલાઓ અને LGBTQIA વ્યક્તિઓ બધાથી મોખરે રહ્યા છે. આજે, ફરીથી, અમે ભારતના લોકો માટે ચેતવણી સાથે અહીં છીએ કે: ઉઠો, લોકોના અધિકારો પર આક્રમણ વિરુધ્ધ અવાજ ઉઠાવો.

હમ અગર ઉઠે નહી તો… ઝુંબેશમાં જોડાવા માટે, તમે નીચેની પ્રવૃત્તિઓમાંથી કોઈ પણ એક પ્રવૃત્તિ હાથ પર લઇ શકો છો.

૨-૫ મિનીટનો વિડીયો બનાવો અને અમને અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર મોકલો.ફેસબુક લાઈવ મૂકો સોશિયલ મીડિયા પર પ્રસાર માટે પોસ્ટરો, એનીમેશન, મીમ્સ, ગીતો અને પરફોર્મન્સ બનાવો, શારીરિક દૂરીનો નિયમ જાળવીને, પ્લેકાર્ડ સાથે ૫-૧૦ લોકોના નાના જૂથમાં એકઠા થાઓ અને સોશીઅલ મીડિયા પર આના ફોટો મૂકો,સ્થાનિક સત્તાને આવેદનપત્ર આપો.આપણા બંધારણ અને આપણી લોકશાહી માટે ચાલો એક થઈએ અને ભેગા થઈએ. ચાલો દરેકે દરેક નાગરિક કે જે સત્ય બોલવા માટે અને નિર્બળ લોકોના રક્ષણ કરવા માટે જેઓ ભોગ બન્યા છે તેમના માટે ઊભા થઈએ. અમે તમને આ સફરમાં હમસફર બનવા માટે આમંત્રિત કરીએ છીએ.

સંપર્ક : [email protected]

Dev Desai social activist Gujarat

9979704474

One thought on “હમ અગર ઉઠે નહી તો : પાંચમી સપ્ટેમ્બરે બંધારણીય અધિકારો પરના હુમલાનો વિરોધ કરશે સંગઠનો

  1. સરકારી તંત્ર અને સ્ટેટ તરફથી પાછળ 6 વર્ષ થઈ અને ખાસ કરીને પાછલા 1 વર્ષ થઈ તો ખાસ જે શોષણ નું તંત્ર સ્ટેટ અને નોન સ્ટેટ એજન્સીયો દ્વારા સંપાદિત થયી રહ્યું છે, તેનું દેવ દેસાઈએ સટીક વર્ણન કર્યું છે. પરંતુ એક બહુ મોટો આદિવાસી સમાજ છે જે આ તંત્ર દ્વારા જાને નાબુદજ કરી દેવાનો હોય તેમ તેના પર અત્યાચાર વર્તી રહ્યો છે, જેઓ દૂર દરાજ ના જંગલ નષ્ટ થયેલ પહાડો અને બનઝર માં રહેતા હોય, તેમની સ્થિતિ નજરે પડતી નથી . માત્ર મહિલાઓ અને LGBTQIA નહીં, પણ આદિવાસીઓ, દલિતો ની પણ પગ તળે થઈ જમીન ખિસકાવી દેવાની પ્રક્રિયા ચાલુ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

For security, use of Google's reCAPTCHA service is required which is subject to the Google Privacy Policy and Terms of Use.

I agree to these terms.

Share via
Copy link
Powered by Social Snap