ખેડૂતોને લઈને હવે યોગી આદિત્યનાથે કંઈક આવું નિવેદન આપી દીધું

ખેડૂત આંદોલનને ધ્યાનમાં રાખીને ભાજપના નેતાઓ જુદા-જુદા સ્થળોએ રેલીઓ કરી રહ્યા છે અને પોતાનો મુદ્દો ખેડૂતો સમક્ષ પહોંચાડવાનો પ્રયાસ કરી રહ્યા છે. આવી જ એક રેલી બરેલીમાં યુપીના સીએમ યોગી આદિત્યનાથે કરી છે, સીએમ યોગીએ આ રેલીમાં કહ્યું હતું કે,અયોધ્યામાં રામ મંદિર નિર્માણનું કામ શરૂ થયું છે, વિપક્ષ મુશ્કેલીમાં છે અને વિપક્ષ ખેડૂતોને ગેરમાર્ગે દોરી રહી છે. સીએમ યોગીએ એમ પણ કહ્યું હતું કે, કલમ 370 ને હટાવવું એ પણ એક કારણ છે કે વિરોધી પક્ષો રોષે ભરાય છે અને ખેડૂતોને ગેરમાર્ગે દોરે છે, આંદોલન થઈ રહ્યું છે.

યુપીના સીએમ યોગી આદિત્યનાથે કહ્યું હતું કે,”અયોધ્યામાં ભગવાન શ્રી રામના ભવ્ય મંદિરનું નિર્માણ શરૂ થઈ રહ્યું છે. પીએમ મોદીએ અયોધ્યા આવીને આ વાતનું શુભારંભ કર્યું હતું અને તેને લઈને વિપક્ષ મુશ્કેલીમાં મુકાયો છે.”

વધુમાં તેમણે કહ્યું હતું કે,”પીએમ મોદી અને કૃષિ મંત્રીએ વારંવાર કહ્યું છે કે, સરકારે બનાવેલા કાયદા, તે કોઈને કબ્જો લેવાની મંજૂરી આપતો નથી. બજારને સમાપ્ત કરવાની કોઈ સિસ્ટમ નથી, મંડીઓ ચાલુ રહશે. પરંતુ તંદુરસ્ત હરીફાઈ વધારવા માટે ખાનગી ક્ષેત્રમાં મંડી શરૂ કરવામાં આવી છે. જેથી ખેડૂતોને વધુ લાભ મળી શકે. પરંતુ વિપક્ષો અને થોડા પસંદ કરેલા લોકો, જેમને ખેડૂતોની પ્રગતિ અને સમૃદ્ધિ પસંદ નથી, તે ખેડૂતોને ગેરમાર્ગે દોરી રહ્યા છે.”

ઉલ્લેખનિય છે કે,છેલ્લા 22 દિવસથી ખેડૂત આંદોલન સતત ચાલી રહ્યું છે, તેઓ દિલ્હીની બોર્ડર પર અડગ છે અને સરકાર તરફથી તમામ પ્રકારની કવાયત કરી રહી છે. દરમિયાન કેન્દ્રીય કૃષિ મંત્રીએ ખેડૂતોને 8 પાનાનો પત્ર લખ્યો છે. જેમાં એવું કહેવામાં આવ્યું છે કે ખેડૂતો કૃષિ સુધારણાથી ખુશ છે. ખેડૂત આંદોલન ચીન સરહદ પર તૈનાત સૈનિકો સાથે જોડાયેલું છે.

કેન્દ્રીય કૃષિમંત્રીના આ પત્ર અંગે હવે પીએમ નરેન્દ્ર મોદીએ પણ ટ્વીટ કર્યું છે. જેમાં તેમણે કહ્યું છે કે, ખેડૂતોએ આ પત્ર વાંચવો જોઇએ અને શક્ય તેટલા લોકો સુધી પહોંચાડવો જોઇએ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

For security, use of Google's reCAPTCHA service is required which is subject to the Google Privacy Policy and Terms of Use.

I agree to these terms.

Share via
Copy link
Powered by Social Snap