વિનય પરમાર,રાજકોટ: રાજ્ય-સરકાર દ્રારા કોરાનાકાળને લીધે સ્કુલો-કોલેજો બંધ હોવાના કારણે વાહનવેરો માફ કરવાનો નિર્ણય લીધો છે. આ મામલે એનએસયુઆઈ અને કોંગ્રેસ દ્રારા આ નિર્ણય વખોડી કાઢ્યો હતો અને જણાવ્યુ હતુ કે કોરાનાકાળે માત્ર ખાનગી શાળા-કોલેજોને નથી નડ્યો. રાજ્યના વાલીઓએ વિદ્યાર્થીઓની ફી માટે સરકારને આજીજી કરીને રજૂઆતો કરી પંરતુ સરકારે માત્ર 25% ફી માફીની લોલીપોપ આપીને મૂર્ખ બનાવ્યા છે. જેના વિરોધમાં જિલ્લા શિક્ષણાધિકાારી કચેરીએ સાઈકલ લઈ હલ્લાબોલ કરી ગુલાબ આપી વિરોધ કરત આટકાયત કરવામાં અવાી હતી.

કોરાનાકાળ વચ્ચે લોકો મંદી,મોંઘવારી અને બેરોજગારીથી ત્રસ્ત છે. તમામ લોકોના પણ ધંધા રોજગાર ઠપ્પ છે તો તેમને કેમ કોઈપણ જાતનો વેરામાફી કેમ નહી ? આજે પેટ્રોલ-ડીઝલના અને રાંધણગેસના ભાવ દીવસેને દિવસે વધી રહ્યા છે તો તેમા કેમ કોઈપણ જાતની સરકાર દ્રારા લોકોને વેરામાફી કે સહાય નહી ??? શુ નજીક સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ છે એટલે સંચાલકોને રાજી કરવાનો નિર્ણય છે કે શુ ?? માત્ર સ્કુલો-કોલેજો જ બંધ નહતી પંરતુ સમ્રગ લોકોના ધંધારોજગાર પણ ઠપ્પ હતા છતા આવો સરકાર દ્રારા નિર્ણય એ રાજ્યના કરોડો વાલીઓને મૂર્ખ બનાવામા આવ્યા છે.

યાદીમા વધુમા જણાવ્યુ હતુ કે એક તરફ ખાનગી શાળા-કોલેજ સંચાલકો સરકારના કહેવામા(સંકલન) નથી તો તેમને આવી કરોડો રૂપીયાની રાહત કેમ આપી. આ સંચાલકો સરકારના કમાવ દીકરા છે એટલે જ માત્ર તેમને આવી ભેટ આપવામા આવી છે.

એનએસયુઆઈ અને કોંગ્રેસના આગેવાનો સાયકલો હંકારીને ડીઈઓ કચેરી પહોંચ્યા હતા અને સરકાર વિરુદ્ધ ઉગ્ર દેખાવો અને હલ્લાબોલ કર્યો હતો. ડીઈઓ ઓફીસની લોબીમા અંદર સાયકલ પહોંચાડીને રામધૂન બોલાવીને સુતેલી સરકારને જગાડવાનો પ્રયાસ કર્યો હતો. તેમજ કાર્યકરો દ્રારા આ નિર્ણયના વિરોધમા સુત્રોચ્ચાર અને રામધૂન બોલાવી વિરોધ કરી રહેલ કાર્યકરોની પોલીસ દ્રારા ટીંગાટીળી કરી અટકાયત કરવામા આવી હતી.
આ કાર્યક્રમમા જીલ્લા એનએસયુઆઈના પ્રમુખ રોહિતસિંહ રાજપુત, સેવાદળના પ્રમુખ રણજીત મુંધવા, મીત પટેલ, ફરીયાદ સેલના ભાવેશ પટેલ, મોહીલ ડવ, યશ વાળા ,પાર્થ બગડા ,અભિ પટેલ સહીત કાર્યકરો જોડાયા હતા.
