કચ્છમાં આવેલા ગોજારા ભૂકંપ બે દાયકાઓ બાદ પણ દરેક લોકોનું કાળજું કંપી ઉઠે છે

બિમલ માંકડ, કચ્છ: સવારનો ૮:૪૫ વાગ્યાનો સમય તારીખ ૨૬મી જાન્યુઆરી ૨૦૦૧ અચાનક ઘરા ધ્રુજવામંડી અને લોકો સમજી ન શક્યા કે આ શું થઈ રહ્યું છે. ત્યારે ૭.૪ રિખટર સ્કેલના ભૂકંપે અનેક પરિવારોના સ્વજનોથી વિખુટા પડી ગયા અને સદાને માટે પોતાની આંખો બંદ કરીદિધી અને કચ્છના અનેક પરિવારોમાં આક્રંદ છવાઇ ગયો ત્યારે મોટી મોટી બિલ્ડીંગોને લોકોએ પતાના મહેલની જેમ ધરાશાયી થતા જોઈ અને આકાશમાં ઘુડની ડમરીઓ ઉડવા મંડી એકતરફ દેશ પ્રજાસતાક દિવસની ઉજવણીમાં મગ્ન હતું.

કચ્છમાં આવેલા ગોજારા ભૂકંપ બે દાયકાઓ બાદ પણ દરેક લોકોનું કાળજું કંપી ઉઠે છે

બીજીતરફ અનેક લોકો નિંદ્રામાંજ દુનિયા છોડી દીધી ત્યારે કચ્છ દેશ અને દુનિયાથી સંપર્ક વિહોણું બની ગયું અનેક સેવાભાવી લોકોને આ ગોજારા ભૂકંપની જાણ થતા ઠેરઠેર બચાવ કામગીરી શરૂ કરીદિધી અને કાટમાળમાં દબાયેલા પોતાના સ્વજનોને હેમખેમ બહાર કાઢવા લોકો રાજકીય અગ્રણીયો અને તંત્રપાસે ગુહાર લગાવી રહ્યાં હતાં.

શેરીઓ અને બજારોના રસ્તાઓ કાટમાળમાં ફેરવાઈ ગયા હતા તેવા સમયે ભુજની જી.કે. જનરલ હોસ્પિટલ પણ ધરાસાઈ થઈ જતા તેમાં સારવાર લઈ રહેલા દર્દીઓ મુલાકાતીઓ અને સ્ટાફના લોકો મૃત્યુ પામ્યાં આવા ગોજારા સમયે ભુજમાં લેવા પટેલ હોસ્પિટલ અડીખંભ ઉભી હતી, તે સમયે ભૂકંપના પ્રકોપથી અનેક લોકો ઇજાગ્રસ્ત બન્યાં તેવા પીડિત લોકોની સારવાર લેવા પટેલ હોસ્પિટલ ખાતે સારવાર મળી અને ત્યારે પણ નાનામોટા કંપનો ચાલુ રહેતા લોકોમાં નાસભાગના દ્રશ્યો સર્જાઈ રહ્યાં હતાં.

કચ્છમાં આવેલા ગોજારા ભૂકંપ બે દાયકાઓ બાદ પણ દરેક લોકોનું કાળજું કંપી ઉઠે છે

સરકાર તરફથી વધુ ઇજાગ્રસ્ત પીડિત લોકોને એરોપ્લેન દ્વારા પુના, મુંબઈ અને મોટા શહેરોનો હોસ્પિટલ ખાતે રીફર કરાયા તેવા સમયે સંપર્ક વિહોણા કચ્છની આવી ગોજારી અવદશાના સમાચારો દેશ અને દુનિયાને મળી ગયાં ત્યારેજ કચ્છની ઓળખ આમ જોઈએતો ક્યારેય બેઠું નહીં થઈ શકે અને અસંખ્ય લોકો મૃત્યુ પામ્યા હોવાના અહેવાલો કડકળતી ઠંડી વચ્ચે દેશ અને દુનિયામાં ફરતા થયાં રાત્રે ચોરીની પ્રવૃતિઓ રોકવા પોલીસ અને ફળિયાના જાગૃત નાગરિકો પહેરો ભરતા દિવસો સુધી લાઈટ વિના રસ્તાઓપર લોકો સુઇજતા અને દેશ વિદેશમાંથી અનાજના વિમાનો કચ્છમાં આવવા મંડ્યા અને કચ્છના નાગરિકોને રાશનકીટો, ગરમ ધાબડા અને સરકાર તરફથી કેશ ડોલ્સની રાહત અપાઈ કડકળતી ઠંડીના દિવસોમાં સમગ્ર કચ્છમાં રંક જેવી પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યાં હતાં. ત્યારે બી.એ.પી.રસ સ્વામિનારાયણ મંદિરના પ્રમુખસ્વામીની આંખોપણ ભરાઈ ગઈ તેજ સમયે બાપાએ આદેશ કર્યા કે કચ્છનો કોઈ નાગરિક ભૂખ્યો ન રહે અને ગરમ ભોજન,ચા , નાસ્તો મળી રહે તેમાટે યોગ્ય વ્યવસ્થા ઉભી કરાઈ અને બીજી અનેક સંસ્થાઓ દાતાઓના સહયોગથી સ્વાવણી સરવાણીઓ મહેકવા મંડી ત્યારે વળી આવીજ કડકળતી ઠંડી વચ્ચે બે દિવસ અગાઉ કચ્છમાં ૩.૭નો કંપન રાપરથી ૨૦ કી.મી દૂર નોંધાયેલા કેન્દ્ર બિંદુ નોંધાયો ત્યારે ફરી લોકોમાં ૨૬મી જાન્યુઆરી ૨૦૦૧ની યાદ તાજી થઈ હતી.

કચ્છમાં આવેલા ગોજારા ભૂકંપ બે દાયકાઓ બાદ પણ દરેક લોકોનું કાળજું કંપી ઉઠે છે

લોકોમાં આજ પણ ભયનો માહોલ વર્તાઈ રહ્યો છે,આજે ભૂકંપના ૨૦ વર્ષે પણ અનેક લોકોની આંખો ભીંજાય છે અને પોતાના ગુમાવેલા સ્વજનોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી ગોજારા ભુકંપની યાદ તાજી થઈ ઉઠે છે.ત્યારે કચ્છના અંજાર ખાતે બાળકોની રેલીપર કુદરતે કહેર વર્ષાવતા ૪૦૦ વિદ્યાર્થીઓએ દુનિયાને અલવિદા કરી હતી. ત્યારે સરકારે આ બાળકોની યાદમાટે બાળસ્મારક બનાવવાની જાહેરાત કરી હતી. તે કામગીરી પૂર્ણ કરવા ગોકળગતિએ કામ ચાલુ છે.

ભચાઉ તાલુકાનું આધોઇ અને ચોબારી ગામ સંપૂર્ણ ધ્વંશ થઈ ગયું હતું અને આખું ગામ કાટમાળમાં ફેરવાઈ ગયું હતું ત્યારે આજે પુનર્વશનની કામગીરી ચાલુ કરાઈ અને વિકાસની હરણફાળ આજે કચ્છની ધરાપર અવિરત ચાલી રહી છે, જે કચ્છ આજથી બે દાયકા પૂર્વે દ્રશ્યમાન થતું હતું તેના કરતા આજે સુશોભિત થઈ ઉઠ્યું છે કચ્છના ખમીરવંતા નાગરિકો આજે પુનઃ બેઠા થયાં પરંતુ ગોજારા ભુકંપને અને પોતાના સ્વજનોને ગુમાવી દેનારા અનેક પરિવારો આ કાળમુખા દિવસને ભૂલી નથી શકતા ત્યારે કચ્છ સહિત સમગ્ર દેશ આ ગોજારા દિવસને ક્યારેય ભુલાવી નહીં શકે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

For security, use of Google's reCAPTCHA service is required which is subject to the Google Privacy Policy and Terms of Use.

I agree to these terms.

Share via
Copy link
Powered by Social Snap