રાજેશ દેથલીયા,અમરેલી: ખાંભાથી અમરેલી રોડ પર અલ્ટો કાર ટ્ર્રકની પાછળ ઘુસી જતા અકસ્માત સર્જાયો હતો. આ દુર્ઘટનામાં એકનું મોત નીપજ્યુ હતું અને 4 લોકો ગંભીર રીતે ઘવાયા હતા. ઈજાગ્રસ્ત લોકો સારવાર અર્થે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતાં.
પ્રાપ્ત થતી માહિતી અનુસાર,નાનુડી ગામ નજીક લાપાળા ડુંગર નજીક વહેલી સવારમાં ટ્રકની પાછળ અલ્ટો કાર ઘુસી જતા મોટા બારમણ ગામના ભીખુભાઇ બોરીચાનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું. બોરીચા પરિવાર ચોટીલા જતા હતા ત્યારે અકસ્માત નડ્યો હતો. અલ્ટો ગાડીમાં સવાર ડ્રાઇવરનું મોત હતું અને અન્ય ચાર લોકોને ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર અર્થ હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતાં.
