વિનય પરમાસ,રાજકોટ: રાજકોટ નજીક કુવાડવા રોડ ઉપર આવેલ માલિયાસણના બસ સ્ટેશન પાસેથી ચપ્પલની સગથરીમાં સંતાડેલ 100 ગ્રામ બ્રાઉન સુગર સાથે એક શખ્સને ક્રાઈમ બાંચે ઝડપી લીધો હતો.
ક્રાઈમ બ્રાન્ચ દ્વારા જાહેર કરાયા મુજબ જ્યારે તેઓ પેટ્રોલીગમાં હતા ત્યારે રાજકોટના રામનાથપરામાં રહેતો વસીમ અશરફ મુલતાની (ઉ.28)ને શંકાસ્પદ હાલતમાં ઝડપી લઈ તેની અંગજડતી કરતા ચપ્પલની સગથરી નીચે પ્લાસ્ટિકની કોથળીમાં છુપાવાયેલ લાઈટ બ્રાઉન કલરનો શંકાસ્પદ પાઉડર મળી આવ્યો હતો.

હાલ આ બ્રાઉન સુગર મનાતા આ કેફી દ્રવ્યનું વજન 103.650 ગ્રામ છે. ક્રાઈમ બ્રાન્ચે ચપ્પલ, એક મોબાઇલ ઉપરાંત રોકડા રૂપિયા 1460 કબજે કર્યો છે. ક્રાઈમ બ્રાન્ચે જમાવ્યું છે કે, વસીમ પોતે માદક દ્રવ્યનો બંધાણી છે. તેણે પોતાની કુટેવ પોશવા અને વેચવા માટે રાખ્યાંનું હાલ જાણવા મળ્યું છે. ઉલ્લેખનીય છે કે, શહેરમાં કેફી દ્રવ્યોનું નેટવર્ક મોટાપાયે વિસ્તરી ચૂક્યું છે.
વસીમ જ્યાં રહે છે તે રામનાથપરા વિસ્તારમાં પણ માદક દ્રવ્યો બાબતે પોલીસ જો તપાસ કરે તો અનેક ચોંકાવનારી માહિતી મળવાની શક્યતા જાણકારો દર્શાવી રહ્યા છે.
