કોંગ્રેસને વધુ એક ઝટકો, આ જિલ્લાના કોંગ્રેસમંત્રી અને પાટીદાર અગ્રણીએ કેસરિયો ધારણ કર્યો

કિશન બાંભણિયા, ગીર સોમનાથ: ઉના તાલુકા કોંગ્રેસ પાર્ટીને વધુ એક આંચકો આપતા રાજકીય ધટના ક્રમમાં ગીર સોમનાથ જિલ્લા કોગ્રેસના મંત્રી અને પાટીદાર સમાજના અગ્રણી પૂરૂસોત્તમભાઇ જાગાણી કોંગ્રસ છોડી ભાજપનો ખેસ પહેરી ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે.

ગીરગઢડા તાલુકાના ફાટસર ગામના વતની અને ઉના તાલુકા ખરીદ વેચાણ સંધના પૂર્વ ડાયરેક્ટર પૂરૂષોત્તમભાઇ જાગાણીએ પૂર્વ ધારાસભ્ય અને ભાજપના ચાણક્ય નેતા કાળુભાઇ રાઠોડની સમજાવટથી કેસરીયો ખેસ ધારણ કર્યો હતો.

ઉલ્લેખનિય છે કે આ અગાઉ કોંગ્રેસના જિલ્લા પંચાયતના ચૂંટાયેલા સદસ્યો તેમજ ઉના શહેર કોંગ્રેસ સમીતીના હોદેદારો ભાજપમાં જોડાયા બાદ આજે ગીર પંથકમાં કોંગ્રેસને આંચકો આપતા આ રાજકીય સમીકરણ બાદ કોંગ્રેસ પાર્ટીમાં સન્નાટો છવાઇ ગયો છે. અને આવનાર સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં કોંગ્રસ પાર્ટી માટે ઉમેદવાર શોધવા કઠીન સાબીત થઇ એ વાસ્તવિકતાને નકારી શકાય નહીં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

For security, use of Google's reCAPTCHA service is required which is subject to the Google Privacy Policy and Terms of Use.

I agree to these terms.

Share via
Copy link
Powered by Social Snap