ઘોંઘબાના કાંટાવેડા પાસેના જંગલમાથી વધુ એક દિપડો પાંજરે પુરાયો, જુઓ વીડિયો

પંચમહાલ: જિલ્લાના ઘોંઘબા તાલુકામાં દીપડાની દહેશતને કારણે લોકોમાં ફફડાટ હતો. પણ મંગળવારે સાંજે દીપડો વનવિભાગનાં પાજરામા પુરાયા બાદ ફરી એક દીપડો કાટાવેડા ગામની સીમમા મૂકાયેલા વનવિભાગનાં પાંજરામા પુરાયો હતો.

પંચમહાલમા ઘોંઘબા પંથકમાં હાહાકાર મચાવનાર દીપડાની દહેશતનો મંગળવારના રોજ અંત આવ્યો જ્યારે દિપડો ગોયાસુંદલ ગામે મૂકવામા આવેલા પાજરામા દીપડો પકડાયો હતો. જેને પાવાગઢ પાસે આવેલા ધોબીકુવા રેસક્યુ સેન્ટર ખાતે ખસેડવામા આવ્યો હતો. બુધવારના રોજ ફરી કાટાવેડા ગામની સીમમા મુકાયેલા પાંજરામા વધુએક દીપડો પડકાયો હતો. દિપડો પકડાયાની ખબર પડતા લોકટોળા પણ ઉમટ્યા હતા. તેમજ વનવિભાગના અધિકારીઓ પણ પહોંચ્યા હતાં.

પકડાયેલા દીપડાના પાજરાને મુખ્ય રોડ સુધી વનવિભાગ અને સ્થાનિક લોકોની મદદથી લાવ્યા બાદ ધોબીકુવા રેસક્યુ સેન્ટર ખસેડવામા આવ્યો હતો. પંચમહાલ નાયબ વનસંરક્ષક એમ.એચ.મીનાએ જણાવ્યુ કે, “ગોયાસુંદલ ખાતેથી એક દીપડો પકડાયો હતો. કાટાવેડા ગામની આસપાસ દીપડાની મુવમેન્ટ હોવાનું અમારા વનકર્મીઓએ જણાવ્યુ હતું. અમે વિસ્તારને ટ્રેક કર્યા હતાં. જેમા એક વધુ દીપડો પકડાયો હતો. અમને સ્થાનિક ગામલોકોને સારો સહયોગ રહ્યો. અમે તેમના આભારી છે. સાથે સુરતથી આવેલી એક્ષપર્ટ ટીમ સાથે પણ સારૂ કોર્ડીનેશન રહ્યુ. વધુમાં તેમને જણાવ્યું હતું કે, આ ઘોંઘબા,જાંબુઘોડા,બારીયા તાલુકામા ફોરેસ્ટ કોરિડોર છે. અહી દીપડા હોઈ શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

For security, use of Google's reCAPTCHA service is required which is subject to the Google Privacy Policy and Terms of Use.

I agree to these terms.

Share via
Copy link
Powered by Social Snap