રવિ નિમાવત,મોરબી: જિલ્લામાં હત્યા જેવા ગંભીર ગુન્હા સામાન્ય બની ગયા છે.રવિવારે બે જૂથ વચ્ચે બઘડાટી બોલી જતા બે યુવાનના મોત થયા હતાં. તો વધુ એક હત્યાનો બનાવ વાંકાનેર પંથકમાં બન્યો છે. જેમાં પતિ-પત્નીના ઝઘડા બાદ દેવરે ભાભીને ઢોર માર મારતા ભાભીનું સારવાર દરમિયાન મોત થયું હતું.
વાંકાનેરના અગાભી પીપળીયા ગામે પતિ-પત્ની વચ્ચે ઝઘડો થયા બાદ પત્ની ભાભી સાથે વાત કરતી હોય જે સારું નહિ લાગતા દેવરે ભાભીને માર માર્યો હોય જેને પગલે ભાભીનું સારવાર દરમિયાન મોત થયું હતું. જે બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસે હત્યાનો ગુન્હો નોંધી વધુ તપાસ ચલાવી છે.
જે બનાવ અંગે અગાભી પીપળીયા ગામના રહેવાસી જયંતી ધારશી દેવીપુજક (ઉ.વ.૨૫) પોલીસ ફરિયાદ નોંધાવી છે કે તેની નવી માંનો દીકરો મુકેશ અને તેની પત્ની હીરાબેન વચ્ચે ઝઘડો થયો હોય અને પતિ-પત્નીના ઝઘડા બાદ હીરાબેન ફરિયાદી જયંતીના પત્ની મીનાબેન પાસે આવી હોય જે સારું નહિ લાગતા આરોપી મુકેશ ધારશીએ મીનાબેનને ગાળો આપતા ગાળો બોલવાની ના પાડી હતી જેથી ઉશ્કેરાઈ જઈને મુકેશ ધારશીએ મીનાબેનને માર માર્યો હતો અને મીનાબેનનું સારવારમાં મોત થયું હતું વધુ એક હત્યાના બનાવથી પંથકમાં ચકચાર મચી છે તો પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ ચલાવી છે.
