પંચમહાલ: ઉત્તરાયણ બની ઘાતક, ચાઇનીઝ દોરીએ આશાસ્પદ યુવાનનો ભોગ લીધો

પંચમહાલ: પંચમહાલ જીલ્લાના મોરવા હડફ તાલુકામાં રોડ પરથી પસાર થતા બાઈકસવાર યુવાનને ગળામા ઘાતક ગણાતી ચાઇનીઝ દોરી અટવાઈ જતા ગંભીર રીતે ઇજા પામતા સારવાર દરમિયાન મોત નીપજ્યુ હતુ.ઉત્તરાયણનો દિવસ યુવાનની જીદંગીનો છેલ્લો દિવસ બની ગયો હતો.પરિવારનો કુળદિપક મૃત્યુ પામતા રોકકળનુ વાતાવરણ સર્જાઈ ગયુ હતુ.

મળતી વિગતો અનુસાર મહિસાગર જીલ્લાના નાનીરેલ ગામનો વતની સુભાષભાઈ ખુમાભાઈ સિંગાડા મોરા ગામથી મોરવા હડફ તરફ બાઈક પર આવી રહ્યા હતા.તે સમયે રસ્તામા પંગત ચગાવતી વખતે ઉપયોગમાં લેવાતી ચાઇનીઝ દોરી તેમના ગળામા અડફેટે આવી જતા નીચે પટકાયા હતા.૧૦૮ દ્વારા પ્રાથમિક સારવાર બાદમ મોરવા સીએચસી ખાતે ખસેડવામા આવ્યો હતો.ત્યાથી ગોધરા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામા આવ્યો હતો.ચાઇનીઝ દોરીની જીવલેણ ધારે તેના જીવનદિપને બુઝાવી નાખ્યો.સૂભાષભાઈના પરિવારોને બનાવની જાણ થતા તેઓ પણ સિવિલ હોસ્પિટલ દોડી આવ્યા હતા.પરિવારજનોમા ભારે ગમનો માહોલ છવાઈ ગયો હતો.

અત્રે નોંધનીય છેકે ઉત્તરાયણના પર્વમા સામાન્ય દોરી કે ચાઇનીઝ દોરીથી પક્ષીઓ તેમજ બાઈકચાલકો ઘાયલ થવાની તેમજ મૃત્યુ થવાની ઘટનાઓ બનતી હોય છે.ચાઈનિઝ દોરી પ્રતિબંધીત હોવા છતા કેટલાક વેપારીઓ વધુૃ નફો રળવા તેમજ કેટલાક પતંગ રસિયાઓ પતંગકાપવાની હરીફાઈમા ખરીદતા હોય છે.પરંતુ લીસી અને જીવલેણ ગણાતી આ ચાઇનીઝ દોરી જો શરીરના ભાગ પર ઘસાઈ જાય તો જીવ લેતા અચકાતી નથી.

બીજા બનાવની વાત કરવામા આવે તો સમીસાંજે ગોધરા બરોડા હાઈવે પર વેજલપુર ગામ નજીક બની હતી. રાયજીભાઇ ઓડ જે વેજલપુર ગામના વતની હતા.વેજલપુર થી પોતાના ભત્રીજાને લઈને નાદરખા તરફ જતા તે સમયે ગળામા ચાઇનીઝ દોરી આવી જતા તેમને ઇજા થતા મૃત્યુ થયાના અહેવાલ મળ્યા છે.બનાવને લઇને તેમના પરિવારજનોમા શોકનુ મોજુ ફેલાયુ હતૂ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

For security, use of Google's reCAPTCHA service is required which is subject to the Google Privacy Policy and Terms of Use.

I agree to these terms.

Share via
Copy link
Powered by Social Snap