સુપ્રીમ કોર્ટે ફરી એકવાર ખેડૂતોની ટ્રેક્ટર રેલીને લઈને દખલ કરવાનો ઇનકાર કરી દીધો છે. ખેડૂત આંદોલન અંગે સુપ્રીમ કોર્ટમાં મહત્વની સુનાવણી થઈ હતી, કોર્ટે ખેડૂતોની ટ્રેક્ટર રેલી અંગે સ્પષ્ટ કહ્યું છે કે, કોર્ટ ટ્રેક્ટર રેલીમાં દખલ કરશે નહીં, આ મુદ્દે દિલ્હી પોલીસે જોવું જોઈએ.
આ વચ્ચે આજે દિલ્હીની સરહદો પર ખેડૂતોના પ્રદર્શનનો 56મો દિવસ છે. નવા કૃષિ કાયદાને લઇને આજે કેન્દ્ર અને ખેડૂતો વચ્ચે 10મા રાઉન્ડની બેઠક યોજાનાર છે. આજે બપોરે દિલ્હીના વિજ્ઞાન ભવનમાં બેઠક મળશે.
ખેડૂત નેતાઓ કેન્દ્ર સરકાર સાથે 10મા રાઉન્ડની વાતચીત માટે વિજ્ઞાન ભવન પહોંચ્યા છે. ભારતીય કિસાન સંઘના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, અમે એક બેઠક અને આંદોલન પણ કરીશું, ખેડૂત અહીંથી પાછા ફરીશું નહીં, MSP પરના કાયદો, 3 કાયદા પાછો ખેંચવા અને સ્વામિનાથન સમિતિનો રિપોર્ટ લાગુ નહીં કરે.
