પંચમહાલ: જિલ્લામાં પોલીસ દ્વારા 31 ડીસેમ્બરને અનુલક્ષીને વાહન ચેકીંગ હાથ ધરવામા આવ્યુ છે. જેમાં કોરોનાના માહોલમાં દારૂની મહેફીલોના માણે તે માટે પણ ખાસ તકેદારી રાખવામા આવી છે.
આજે ૨૦૨૦ના વર્ષનો છેલ્લો દિવસ છે. આ વર્ષ કદાચ ભારત જ નહી પણ સમગ્ર દુનિયા માટે દૂ:ખ આપનારૂ રહ્યુ.કોરોના મહામારીનો કારણે લાખો લોકો મૃત્યુ પામ્યા.પંચમહાલ જીલ્લામાં પણ લોકો કોરોનાનો ભોગ બન્યા.૩૧ ડીસેમ્બરના દિવસને વિદાય આપવા તેમજ નવા વર્ષને આવકારવાં માટે
પાર્ટીઓનુ આયોજન થતૂ હોય છે.પણ આ વર્ષે કોરોના મહામારીને લઈને આવી યોજાતી પાર્ટીઓ પર પોલીસની બાજનજર છે.
છતા પણ ખુણેખાચરે છાની છુપી જગ્યાઓ પર પાર્ટીરસીકો મોજ કરતા હોય છે.પંચમહાલ પોલીસ દ્વારા આ વર્ષે આવા પાર્ટીરસીકો બાજ નજર રાખી રહી છે.જેમા પંચમહાલના ગોધરા,હાલોલ પાવાગઢ સહિતના વિસ્તારોમાં આવેલી નાકાબંધી કરીને પોલીસ દ્વારા ચેકીંગ હાથ ધરવામા આવી રહ્યુ છે.જેમા યાત્રાધામ પાવાગઢની આસપાસ આવેલા ઢાબા તેમજ હોટલો પર પણ પોલીસની ચાપતી નજર રાખવામા આવી રહી છે.વધુમા કોરોનાની ગાઈડલાઈનનો ભંગ ના થાય તેનુ પણ ખાસ ધ્યાન રાખવામાં આવી રહ્યુ છે.વાહનચેકીંગ પણ હાથ ધરવામા આવી રહ્યુ છે.
