પાર્થ મજેઠીયા, ભાવનગર: રાજ્યમાં આ વર્ષે અતિવૃષ્ટિના કારણે ખેડૂતોને ભારે નુકસાન વેઠવું પડયું છે જે અંગે રાજ્ય સરકાર દ્વારા વળતરની જાહેરાતકારી હતી. શહેરી ગામોમાં આવતા ખેડૂતોને આ બાબતે વળતરના મળતા લલ્લુભાઈ બેલડીયા દ્વારા અનેક વખત કલેકટર કચેરીમાં તેમજ સરકારમાં વળતર આપવા રજૂઆત કરી હતી. જે આજદિન સુધી રજૂઆત ન સંતોષાતા આજરોજ લલ્લુભાઇ બેલડીયા,પ્રતાપભાઈ પટેલ અને આજુબાજુ ગામના ખેડૂતો જેવા કે સીદસર, નારી, ચિત્રા, ફુલસર, અકવાડા, તરસમીયા, રુવા, સહિત ગામોના ખેડૂતો આજરોજ કલેકટર ઓફિસ ખાતે ઉપવાસ ઉપર બેસી વિરોધ કર્યો હતો.
વળતર આપવા માંગ કરી હતી ઉપવાસ પર બેઠેલાની મુલાકાતે અચાનક ભાજપના સક્રિય કાર્યકર્તા કિશોરભાઈ ભટ્ટ રૂબરૂ મુલાકાતે આવ્યા હતા અને તેમની સાથે રહીને કલેકટરને ખાસ રજૂઆત કરી વહેલાસર ખેડૂતોને વળતરનો લાભ મળે તેમ કિશોરભાઈ ભટે પણ કલેકટરને રજૂઆત કરી હતી.
