આ રાજ્યમાં ફિલ્મ થિયેટરો માટે ખાસ સહાય પેકેજ, મળશે આટલી છૂટછાટ

ફિલ્મ કલાકાર નાગાબાબુએ સિનેમા રિસ્ટાર્ટ પેકેજની જાહેરાત કરવા પર આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી વાય.એસ. જગન મોહનરેડ્ડીનો આભાર માન્યો હતો. તેમણે કહ્યું કે, કોરોના વાયરસ સંક્રમણ દરમિયાન અન્ય ક્ષેત્રોની સાથે ફિલ્મ ઉદ્યોગમાં પણ અસર થઈ છે. સીએમએ ફિલ્મ ઉદ્યોગને આર્થિક સમસ્યાને દૂર કરવામાં મદદ કરવા માટેના પેકેજની જાહેરાત કરી છે. લોકડાઉન દરમિયાન, ફિલ્મ ઉદ્યોગની આવક શૂન્ય થઈ ગઈ હતી. તેમણે મુખ્યમંત્રીના નિર્ણયને આવકાર્યો હતો. નાગાબાબુએ પોતાના ટ્વિટમાં ફિલ્મ ઈન્ડસ્ટ્રી જીવ ફુકવાની વાત કરી હતી.

કેબિનેટે હાલમાં થિયેટરો પર લગાવવામાં આવેલા ત્રણ મહિનાના ઈલેક્ટ્રિટિસી ફિક્સ્ડ ચાર્જ રદ કરવાનો નિર્ણય કર્યો છે. આ નિર્ણય અનુસાર,એપ્રિલ,મે અને જુન મહીના સુધી મલ્ટીપ્લેક્સની સાથે અન્ય બધા થિયેટરોના ઈલેક્ટ્રિસિટી ફિક્સ્ડ ચાર્જ રદ કરી દેવામાં આવ્યા છે. દર મહિને 3 કરોડ રૂપિયા ભાર સરકારે વહન કર્યો છે. તેનાથી ફિલ્મના મુખ્ય કલાકારોએ ખુશી વ્યક્ત કરી હતી.

સાઉથ ફિલ્મના સુપર સ્ટાર મહેશ બાબુએ પણ મુખ્યમંત્રી વાય.એસ. જગન મોહનરેડ્ડીના નિર્ણયનું સ્વાગત કર્યું હતું. તેમણે કહ્યું કે, કોરોનાને કારણે લોકડાઉન દરમિયાન આર્થિક સમસ્યાઓથી ઝઝુમી રહેલી ફિલ્મ ઈન્ડસ્ટ્રીને સીએમ બચાવી છે. તેલુગુ ફિલ્મ ઈન્ડસ્ટ્રી ફરીથી ઉભરશે અને તે આર્થિક રીતે ફરીથી પાટા પર આવશે.

ટોલીવુડના ફિલ્મ ડાયરેક્ટર પુરી જગન્નાથે કહ્યું કે, આધ્રપ્રદેશના સીએના આ નિર્ણય પર હુ દિલથી ધન્યવાદ કરૂ છું. ફિલ્મ ઉદ્યોગ પર આધારિત લોકો પરિવારોમાં સિનેમા રિસ્ટાર્ટ પેકેજથી ફરી જીવંત થઈ જશે. પેકેજથી ઉદ્યોગને આર્થિક સહયોગ મળશે. આ ખૂબ મોટો નિર્ણય છે. કોરોના સંક્રમણને પગલે લોકડાઉન દરમિયાન ફિલ્મ ઉદ્યોગની આર્થિક સ્થિતિ ખુબ નબળી પડી ગઈ હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

For security, use of Google's reCAPTCHA service is required which is subject to the Google Privacy Policy and Terms of Use.

I agree to these terms.

Share via
Copy link
Powered by Social Snap