દેશમાં સામે આવી રહેલા કોરોના વાયરસના નવા કેસોની વચ્ચે કેન્દ્ર સરકારે વેક્સિનેશનને લઈને યોજના બનાવવાનું શરૂ કરી દીધુ છે. ભારતમાં વેક્સિનને લઈને સરકારનું કહેવું છે કે,જાન્યુઆરી મહિનામાં વેક્સિનેશનની પ્રક્રિયા શરૂ થઈ જશે.કેન્દ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણમંત્રી ડો.હર્ષવર્ધને કહ્યું કે, જાન્યુઆરીમાં વેક્સિન બજારમાં આવી જશે.તો પહેલા કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ મોદી સરકાર પર નિસાન સાધ્યા છે. રાહુલ ગાંધીએ ભારતમાં વેક્સિનેશનને લઈને કહ્યું કે, ભારતનો નંબર ક્યારે આવશે મોદી જી?
બીજી તરફ અમેરિકા,ચીન,બ્રિટન અને રશિયા જેવા દેશોમાં વેક્સિનેશન શરૂ થઈ ગયું છે. તો કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ મોદી સરકાર પર પ્રહારો કરતા કહ્યું કે, ચીન, અમેરિકામાં વેક્સિનેશન શરૂ થઈ ગયું છે, ભારતનો નંબર ક્યારે આવશે મોદી જી?
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ બુદવારે ટ્વીટ કરીને કહ્યું કે, દુનિયાભરમાં 23 લાખ લોકોને કોરોનાની વેક્સિનના ડોઝ આપવામાં આવ્યા છે.ચીન,અમેરિકા,બ્રિટેન,રશિયામાં વેક્સિન શરૂ થઈ ચુક્યું છે. ભારતનો નંબર ક્યારે આવશે મોદી જી?, રાહુલ ગાંધીએ પોતાના આ ટ્વીટની સાથે એક ગ્રાફ પણ શેર કર્યો છે, જેમાં જોવા મળી રહ્યું છે કે, અત્યાર સુધીમાં આ દેશોમાં કેટલા લોકોને વેક્સિન મળી ચુકી છે.
ઉલ્લેખનિય છે કે,સ્વાસ્થ્યમંત્રી ડો.હર્ષવર્ધને કહ્યું હતું કે, ભારતમાં જાન્યુઆરી મહિનાથી કોરોના વાયરસી વિરુદ્ધ લોકોને વેક્સિનેશ શરૂ થઈ શકે છે અને સરકારની પ્રથમ પ્રાથમિકતા વેક્સિનની સુરક્ષા અને પ્રભાવકારિતા છે. તેમણે કહ્યું કે, હું અંગત રીતે માનું છું કે કદાચ જાન્યુઆરીમાં કોઈ પણ અઠવાડિયામાં, એવો સમય આવી શકે છે જ્યારે સરકાર કોરોનાને ભારતની લોકોને પ્રથમ રસી આપવાની સ્થિતિમાં હોય.
