કચ્છ, બિમલ માંકડ : સબંધના મનદુઃખે સગા ભાઈએ છરીના આઠ થી દશ ઘા ઝીંકીને બહેનને રહેસી નાખી : મુન્દ્રના બારોઈ રોડ પર આવેલા મારૂતિનગરમાં બનેલા બનાવથી લોકોમાં વ્યાપ્યો ભય
મુન્દ્રા શહેરના બારોઈ રોડ પર આવેલા મારૂતિનગરમાં હત્યાનો બનાવ બન્યો હતો. ગોજારી ઘટનામાં ભાઈએ જ પોતાની સગી બહેનને છરીના ઘા ઝીંકીને મોતને ઘાટ ઉતારી દીધી હતી. ઘટના સંદર્ભે તરતજ જ સોશિયલ મીડિયામાં વીડિયો વાયરલ થયો હતો વીડિયોમાં આરોપી છરી સાથે જાેવા મળ્યો હતો. અને ઘટના સ્થળે હાજર રહેલા લોકોને જણાવી રહ્યો હતો કે આ મારી જ બહેન છે અને મેં તેને મારી નાખી છે.
મુન્દ્રા પોલીસ મથકેથી પ્રાપ્ત થયેલ વિગતો અનુસાર મુન્દ્રાના બારોઈ રોડ પર આવેલ મારૂતિનગરમાં નિર્મમ હત્યાનો બનાવ સામે આવ્યો હતો. ઘટનામાં ભાઈએ જ તેની સગી બહેનને છરીના ઘા ઝીંકીને નિર્મમ હત્યા નિપજાવી હતી. આરોપી પ્રેમસંગ નારૂભા ટાંક હતભાગી રીનાબા નારૂભા ટાંકને ઉપરાછાપરી છરીના આઠ થી દશ ઘા ઝીંકીને મોતને ઘાટ ઉતારી હતી ઘટના સંદર્ભે પશ્ચિમ કચ્છ ડીવાય એસપી પંચાલે વગતો આપતા જણાવ્યું હતું કે મૃતક મહિલાક રીનાબા ના ચારેક વર્ષ અગાઉ આદિપુરના દીક્ષિત ઠક્કર લગ્ન થયા હતા અને બન્ને વચ્ચે કોર્ટ મેટર બનતા હતભાગી રીનાબા દીક્ષિત ઠક્કર સામે ભરણ પોષણનો કોર્ટમાં કેસ નોંધાવ્યો હતો અને ત્યાર બાદ તે અલગ રહેતી હતી અને ભવાન ઉર્ફે ભનિયો જોગી સાથે બે માસ જેટલા સમયથી આડા સંબંધો હોવાની જાણ આરોપી પ્રેમસંગ નારૂભા ટાંકને થતા તેને પોતાની હતભાગી બહેન રીનાબાને અવાર નવાર સમજાવેલ તેમ છતાં તે માની ન હતી તેનું મનદુઃખ રાખીને આરોપીએ પોતાની સગી બહેનને મોતના મુખમાં ધકેલીને નિર્મમ હત્યા નિપજાવવાનો બનાવ બન્યો છે. ત્યારે ઘટના બાદ તુરંત જ આસપાસના કોઈ રહેવાસીએ પોતાના મોબાઈલમાં વીડિયો પણ કેદ કર્યો હતો અને વીડિયો સોશ્યિલ મીડિયામાં વાયરલ થયો હતો. વાયરલ થયેલા વીડિયોમાં આરોપી છરી સાથે હતભાગી યુવતીની લાશ નજીક ખુલ્લા હથિયાર સાથે ફરતો જોવા મળ્યો હતો ઘટનાને પગલે આસપાસના લોકોમાં ભયનું વાતાવરણ ફેલાઈ ગયું હતું ઘટનાને પગલે હત્યારો આરોપી પ્રેમસંગ રાઠોડ વીડિયોમાં એવું બોલતો સંભળાયો હતો કે, હાં આ મારી જ બહેન છે અને મેં જ તેને મારી નાખી છે હું ક્યાંય નથી જવાનો અહિયાજ ઉભો છું અને તેણે આડાસબંધ રાખ્યા એટલે મેં તેને મારી નાખી છે
આ ઘટના અંગે મુન્દ્રા પોલીસને થતાં પી.એસ.આઈ બી.જે. ભટ્ટ સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો. આરોપીની ઘટના સ્થળેથી ધરપકડ કરી હતી અને યુવતીના મૃતદેહને પોલીસ દ્વારા પી.એમ કરવા માટે હોસ્પિટલ ખસેડવાની કાર્યવાહી હાથ ધરી હતી ઘટના અંગે ભવાન ઉર્ફે ભનિયો જોગીએ નોંધાવેલ ફરિયાદ અંગે આગળની કાર્યવાહી મુન્દ્રા પોલીસે હાથ ધરી છે
