મહાશિવરાત્રીના પર્વએ શિવાલયો હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા,ભકતોએ માસ્ક સાથે કર્યા દર્શન

પંચમહાલ,વિજયસિંહ સોલંકી : પંચમહાલ જીલ્લાના આવેલા શિવાલયો મહાશિવરાત્રીના પાવનપર્વે હરહર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા હતા.શહેરાના પાલિખંડા ગામે આવેલા પૌરાણિક મરડેશ્વર મહાદેવ મંદિર ખાતે ભાવિકોએ શિવજીના દર્શન કરીને ધન્યતા અનુભવી હતી.

પંચમહાલ જીલ્લામાં શિવરાત્રીનો પર્વ ધામધુમથી ઉજવાઈ રહ્યો છે.શિવરાત્રીના મેળા રદ કરવામા આવતા શિવભકતોએ કોરોના ગાઈડલાઈન પ્રમાણે દર્શન કરીને ધન્યતા અનુભવી હતી.શહેરા તાલૂકાના પાલીખંડા ગામે પૌરાણિક મરડેશ્વર મહાદેવનુ મંદિર આવેલુ છે.એક લોકવાયકા મુજબ આ શિવલિંગ ચોખાના દાણા જેટલુ દર શિવરાત્રીએ વધે છે.હાલોલ-શામળાજી સ્ટેટ હાઇવે માર્ગને અડીને આવેલુ હોવાથી ભકતો દર્શન કરવાનુ ચુકતા નથી.સવારથી જ શહેરા તેમજ જીલ્લાભરમાથી મરડેશ્વર મહાદેવના દર્શન કરવા માટે ભકતો ઉમટી પડ્યા હતા.મંદિર પ્રશાસન દ્વારા ફુલ,દૂધ,સહિતની ચીજ વસ્તુઓના અભિષેક પર પ્રતિબંધ મૂકવામા આવ્યો હતો.હરહર ભોલેના નાદથી શિવાલય ગુંજી ઉઠ્યુ હતુ.મરડેશ્વર મહાદેવના શિવલિંગની ઉપરના ભાગે એક નાનો ખાડો છે જેમાંથી પાણીની અવિરત ધારા વર્ષોથી વહેતી રહે છે જે ચમત્કારથી કમ નથી. જેને ગંગાજળ કહેવામાં આવે છે. સ્થાનિક નહીં પણ અન્ય રાજ્યોના ભક્તો પણ દર્શન કરવા આવે છે.મરડેશ્વર દાદાના દર્શન કરનારને સુખ-શાંતિ સંપત્તિ સંતાનસુખ મળે છે અને દાદા ભક્તોની સર્વ મનોકામના પૂર્ણ કરે છે. હાલ આ વરસે કોરોનાની મહામારીને મરડેશ્વર ખાતે ભરાતો મહાશિવરાત્રીનો મેળો રદ કરવામા આવ્યોછે.
તેમજ પોલીસનો પણ બંદોબસ્ત રાખવામા આવ્યો હતો.જીલ્લાના અન્ય શિવાલયોમાં પણ ભકતોએ શિવરાત્રીના પર્વને લઈને દર્શન કરીને ધન્યતા અનુભવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

For security, use of Google's reCAPTCHA service is required which is subject to the Google Privacy Policy and Terms of Use.

I agree to these terms.

Share via
Copy link
Powered by Social Snap