આપઘાત પહેલા યુવતીએ માતાને ફોન કરી કહ્યું- ‘કોવિડની કામગીરી અને ઓનલાઇન શિક્ષણથી ત્રાસી ગઈ છું’

વિનય પરમાર, રાજકોટ: શહેરમાં કોરોનાની મહામારી વચ્ચે પણ આપઘાતના બનાવો દિનબદિન વધી રહ્યા છે. ત્યારે વિદ્યાર્થીઓના આપઘાતના બનાવે હારમાળા સર્જયો હોય તેમ મૂળ જોડિયાના લખતર ગામની વતની અને રાજકોટમાં મેડિકલ ગર્લ્સ હોસ્ટેલમાં રહી નર્સીંગ કોલેજમાં અભ્યાસ કરતી છાત્રાએ કોઈ અગમ્ય કારણસર ગળેફાંસો ખાય આપઘાત કરી લીધો હતો. બેન ભાઈની એકની એક બહેનના મોતથી પરિવારમાં કાળો કલ્પાંત સર્જાયો છે.

આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ રાજકોટના જવાહર રોડ પર આવેલી મેડિકલ ગર્લ્સ હોસ્ટેલમાં રહેતી અને એચ.એન.શુકલા કોલેજમાં અભ્યાસ કરતી સુજાતાબેન પ્રવિણભાઈ ચૌહાણ નામની 22 વર્ષની યુવતીએ રાત્રીના પોણા નવેક વાગ્યના અરસામાં મેડિકલ ગર્લ્સ હોસ્ટેલના રૂમમાં કોઈ અગમ્ય કારણસર ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. આ બનાવ અંગે એ ડિવિઝન પોલીસને જાણ થતા પીએસઆઈ એસ.એચ.નિમાવત સહિતનો સ્ટાફ ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસે ઘટનાસ્થળે જરૂરી કાગળો કરી મૃતદેહને ફોરેન્સીક પીએમ અર્થે સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડ્યો હતો.

આ બનાવ અંગે પ્રાથમિક પુછતાછમાં મૃતક સુજાતા ચૌહાણ મુળ જોડિયાના લખતર ગામની વતની હતી અને એચ.એન.શુકલા કોલેજમાં ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતી હતી અને સીવીલ હોસ્પિટલમાં નર્સિંગ સ્ટાફ તરીકે પ્રક્ટિસ કરતી હતી. સુજાતા બે ભાઈની એકની એક બહેન હોવાનું જાણવા મળ્યું છે. એ ડિવિઝન પોલીસે આપઘાતનું કારણ જાણવા તપાસનો દોર લંબાવ્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

For security, use of Google's reCAPTCHA service is required which is subject to the Google Privacy Policy and Terms of Use.

I agree to these terms.

Share via
Copy link
Powered by Social Snap