હવે દેહવ્યાપારનો ધંધો પણ બન્યો મોર્ડન, આવી રીતે ચાલતું હતું સેક્સ કોલ સેન્ટર

વડોદરાના અકોટા વિસ્તારમાં હાઇ પ્રોફાઇલ સેક્સ રેકેટનો પર્દાફાશ થયો છે. અહીં યુવતીઓને બોલાવીને કાળો કારોબાર ચલાવવામાં આવતો હતો. આ કોલસેન્ટર પર બે યુવતીની ધરપકડ કરી છે. જેમા બે યુવતી ફરાર થઇ છે. તેની તપાસ ચાલી રહી છે.

અકોટા વિસ્તારમાં પીએફ ઓફિસ પાસે શ્રી રેસિડેન્સીના મકાનમાં હાર્દિક ચેમ્બરના મકાનમાં વર્ચ્યુઅલ લાઇવ સેક્સ કોલસેન્ટર પર દરોડો પાડવામાં આવ્યો હતો. પોલીસે લાઇવ સેક્સ કોલસેન્ટર ચલાવી રહેલા એકને ઝડપી લઇ તેની સાથે મદદગારીમાં રહેલી કારેલી બાગની અમી પરમાર નામની મહિલાને વોન્ટેડ જાહેર કરી હતી.

મળતી બાતમીને આધારે આ કાળા કારોબાર પર શ્રી રેસિડેન્સી અને હાર્દિક ચેમ્બરના બે મકાનમાં જેપી રોડ પર પીઆઇ જે.પી. દેસાઇ અને પીએસઆઇ એસ.એસ જસાણીએ દરોડો પાડ્યો હતો અને ત્યા પહોંચતા જ પોલીસ ચોંકી ઉઠી હતી.

પોલીસના જણાવ્યા અનુસાર રેય ડિઝાઇન વર્લ્ડ નામની આર્કિટેક્ટ ડિઝાઇનિંગની કંપનીના નિલેશ ઇન્દ્રચંદ ગુપ્તા કારેલીબાગની અમી પરમાર નામની યુવતી સાથે મળીને વર્ચ્યુઅલ સેક્સ રેકેટ ચલાવતો હતો. અહીં ભાડાના મકાનમાં યુવતીઓને બોલાવ્યા બાદ ઇન્ટરનેટ જ્વારા ચતુરબાતે નામની વેબસાઇટ પર લાઇવ અંગ પ્રદર્શન કરવી લાઇવ સેક્સ રેકેટ ચલાવતા હતા. તપાસ કરતા પોલીસે તે મકાનમાં દરોડા પાડી 2 યુવતી અને નિલેશ ઇન્દ્રચંદ ગુપ્તાની ધરપકડ કરી છે.

આ ઉપરાંત વધું તપાસ કરતા 11 લેપટોપ, વેબ કેમેરા, એક મોબાઇલ, 2 ટીવી તથા 2 રાઉટર, 2 સેકસ ટોયઝ અને અર્ટીંગા કાર મળીને 6.36 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.

ચતુરબાતે વેબસાઇટ પર સંપર્ક કરનારા ગ્રાહકો સાથે શરૂઆતમાં હાય હેલ્લો કરી વાતો કરાવી ગ્રાહકોને આકર્ષી લાઇવ ચેટિંગ કરાવવામાં આવતું અને જરૂર જણાઇ ત્યારે અંગ પ્રદર્શન કરવાની ટ્રેનિંગ પણ આપવામાં આવતી હતી. ગ્રાહક ટોકન આપે ત્યારે તે ટોકન થકી નિલેશને પૈસા મળતા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

For security, use of Google's reCAPTCHA service is required which is subject to the Google Privacy Policy and Terms of Use.

I agree to these terms.

Share via
Copy link
Powered by Social Snap