અમદાવાદ: હેડિંગ વાંચી તમારા મગજમાં અનેક સવાલો ઉઠ્યા હશે, ખરું ને ? પરંતુ આવું અમે નહીં પરંતુ ખુદ કેન્દ્ર સરકારનું કહેવું છે. શું ગુજરાતની પોલીસ યોગ્ય કામગીરી કરતી નથી ? શું ગુજરાતની પોલીસની કામગીરી નિષ્પક્ષ નથી ? શું ગુજરાતની પોલીસ નિષ્ક્રિય છે ? આવા સવાલો એટલા માટે ઉઠી રહ્યાં છે કારણ કે ભારત સરકારે વર્ષ 2020 માટે સમગ્ર દેશમાંથી સૌથી શ્રેષ્ઠ કામગીરી કરનારા 10 પોલીસ સ્ટેશનોનું લિસ્ટ બહાર પાડ્યું છે. વાસ્તવિક્તા એવી છે કે આ લિસ્ટમાં ગુજરાતના એકપણ પોલીસ સ્ટેશનનો સમાવેશ થયો નથી. !
ભારત સરકાર દ્વારા દર વર્ષે સમગ્ર દેશમાંથી સૌથી શ્રેષ્ઠ કામગીરી કરનારા પોલીસ સ્ટેશન પસંદ કરવામાં આવે છે. પોલીસ સ્ટેશનો વધુ અસરકારક રીતે કામ કરે તે માટે તેમને પ્રોત્સાહિત કરવા અને તેમનામાં એક મજબૂત પારસ્પરિક સ્પર્ધાનો માહોલ બનાવવા માટે આ પસંદગી કરવામાં આવે છે. વર્ષ 2020 માટે સમગ્ર દેશમાંથી પસંદ કરવામાં આવેલા ટોચના 10 પોલીસ સ્ટેશનની વિગતો નીચે મુજબ છે:
1.મણીપુર: જિલ્લો થૌબલ, નોંગપોસેક્માઇ પોલીસ સ્ટેશન
2.તમિલનાડુ: જિલ્લો સાલેમ સિટી, AWPS-સુરમંગલમ પોલીસ સ્ટેશન
3.અરુણાચલ પ્રદેશ: જિલ્લો ચાંગલાંગ, ખારસંગ પોલીસ સ્ટેશન
4.છત્તીસગઢ: જિલ્લો સુરજપુર, જ્હીલમિલી (ભૈયા થાના)
5.ગોવા: દક્ષિણ ગોવા, સંગેમ પોલીસ સ્ટેશન
6.આંદામાન અને નિકોબાર ટાપુ: ઉત્તર અને મધ્ય આંદામાન, કાલીગઢ પોલીસ સ્ટેશન
7.સિક્કીમ: પૂર્વ જિલ્લો,પાક્યોંગ પોલીસ સ્ટેશન
8.ઉત્તર પ્રદેશ: મોરાદાબાદ, કાંથ પોલીસ સ્ટેશન
9.દાદરા અને નગર હવેલી: દાદરા અને નગર હવેલી, ખાનવેલ પોલીસ સ્ટેશન
10.તેલંગાણા: કરીમનગર, જમ્મીકુંતા ટાઉન PS પોલીસ સ્ટેશન
ગુજરાતના કચ્છમાં 2015માં યોજાયેલી પોલીસ મહા નિદેશકોની બેઠક દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આપેલા સૂચનોના અનુપાલનમાં આ પસંદગી કરવામાં આવે છે. પ્રધાનમંત્રીએ નિર્દેશો આપ્યા હતા કે, પોલીસ સ્ટેશનોને ક્રમ આપવા માટે અને પ્રતિભાવોના આધારે તેમની કામગીરીનું મૂલ્યાંકન કરવા માટે ચોક્કસ માપદંડો નિર્ધારિત કરવા જોઇએ.
દેશમાં આવેલા 16,671 પોલીસ સ્ટેશનોના ડેટાનું વિશ્લેષણ, પ્રત્યક્ષ દેખરેખ અને જાહેર જનતા તરફથી મળેલા પ્રતિભાવોના આધારે ટોચના 10 પોલીસ સ્ટેશનો પસંદ કરવાનો મૂળ ઉદ્દેશ હતો. ક્રમ આપવાની પ્રક્રિયા ચોક્કસ માપદંડોને ધ્યાનમાં રાખીને દરેક રાજ્યમાંથી સૌથી શ્રેષ્ઠ કામગીરી કરતા પોલીસ સ્ટેશનો પસંદ કરવા સાથે શરૂ કરવામાં આવી હતી. આ માપદંડો નીચે દર્શાવ્યા પ્રમાણે છે:
•મિલકતના ગુનાઓ
•મહિલાઓ સામેના ગુનાઓ
•નબળા વર્ગ સામેના ગુનાઓ
•લાપતા લોકો, અજ્ઞાત વ્યક્તિઓ મળી આવવી અને લાવારીસ મૃતદેહો મળી આવવા
•છેલ્લા માપદંડને આ વર્ષથી સામેલ કરવામાં આવ્યો છે.
