પંચમહાલ: જિલ્લાના ગોધરા સહિત,તાલુકા મથકો ખાતે ભારતબંધની અસર નહીવત જોવા મળી હતી.ગોધરા મૂખ્યમથક ખાતે કોંગ્રેસ જીલ્લા પ્રમૂખ સહિત ૧૦ જેટલા હોદ્દેદારોની અટકાયત કરવામાં આવી હતી.

કાલોલ નગરમાં કોંગ્રેસના કાર્યકરો અને અગ્રણીઓ ભારતબંધને લઇને વિરોધ પ્રદર્શન નોધાવે તે પહેલા જ તેમની અટકાયત કરી હતી.જેમા વિરોધ કરતા કાર્યકરોને ટીંગાટોળી કરીને જીપમા બેસાડ્યા હતા.શહેરામાં પણ કાર્યકરોની અટકાયત કરવામા આવી હતી.બજારોમાં પણ રાબેતા મૂજબ જીવન રહ્યુ હતૂ.ભારતબંધની અસર જોવા મળી ન હતી.
ગોધરા સહિત જીલ્લાભરમાં કૃષિબીલના કાયદાના વિરોધમા ભારતબંધના એલાનને નહીવત અસર જોવા મળી હતી.જ્યારે પોલીસ દ્વારા જીલ્લાભરમાથી વિરોધ કરનાર કોંગ્રેસ અગ્રણીઓ અને કાર્યકરોને ડીટેઇન કર્યા હતા.જીલ્લાના વડામથક ગોધરા ખાતે કૃષિકાયદાના બીલના વિરોધમા આપવામા આવેલા ભારતબંધના એલાનની કોઈ પ્રતિસાદ મળ્યો ન હતો.જ્યારે જીલ્લાના બજારોમાં રાબેતામુજબની ખુલ્લા રહ્યા હતા.
પોલીસ દ્વારા બંધને સર્મથન આપનારા જીલ્લા કોંગ્રેસ પ્રમૂખ અજીતસિંહ ભટ્ટી,પ્રદેશ મંત્રી દક્ષેષભાઇ પટેલ,રફીક તિજોરીવાલા,શહેર પ્રમૂખ સિદ્દીકભાઈ ડેની સહીત કાર્યકરોને ડીટેઇન કરીને પોલીસમથક ખાતે લાવામા આવ્યા હતા.
કાલોલમાં પોલીસે ટીંગાટોળી કોંગી કાર્યકરોને જીપમા બેસાડ્યા.
પંચમહાલના તાલુકા મથક કાલોલ ખાતે આવેલા સરદાર ભવનની બહાર કોંગ્રેસના અગ્રણીઓ ભારતબંધને સર્મથન કરીને વિરોધ કરે તે પહેલા પોલીસે તેમની અટકાયત કરી હતી,પોલીસે કાર્યકરોને ટીંગાટોળી કરીને જીપમા બેસાડ્યા હતા.જેમા તાલૂકા પ્રમૂખ નરવતસિંહ ,મહામંત્રી પ્રદિપસિંહ,જીલ્લા મંત્રી ભુપેન્દ્રસિંહ,શહેર કોંગ્રેસ મહામંત્રી બકીભાઈ સહિત આગેવાનોનો સમાવેશ થાય છે.
શહેરામાં તાલુકા પ્રમૂખ સહિત અગ્રણીઓની અટકાયત
શહેરા તાલૂકામાં પણ ભારતબંધને કોઈ અસર જોવા મળી ન હતી.જનજીવન રાબેતા મૂજબ રહ્યુ હતૂ.તાલુકા કોંગ્રેસ દ્વારા કૃષિકાયદાનો વિરોધ કરવામાં આવે તે પહેલા પોલીસ દ્વારા શહેરા તાલુકા કોંગ્રેસના આગેવાન દુષ્યંત સિંહ ચૌહાણ, શહેરા તાલુકા પ્રમુખ આરત સિહ પટેલ,પી કે ચૌહાણ, સાજીદ વલી સહિતના અગ્રણીઓની અટકાયત કરવામાં આવી હતી.
