બિમલ માંકડ : ભુજ પાલિકા અને ભુજ વિસ્તાર વિકાસ સતા મંડળને ભ્રષ્ટાચારનો કેડો મુકતો નથી ત્યારે ટ્રાફિક પોલીસ મેમાં માં મશગુલ!!!!.
શહેરના છઠ્ઠીબારી થી અનમ રિંગરોડ સુધી ટ્રાફીકએ માજા મૂકી છે છતાં ટ્રાફીક પોલીસના આંખ આડા કાન!!!!.
નોપાર્કિંગના અનેક વિસ્તારોમાં બોર્ડ લાગ્યા પરંતુ ૩૬ પાર્કિંગ પ્લોટ પર ખુલ્લેઆમ દબાણો ક્યારે દૂર થશે??.નાગરિકોને વાહનો પાર્કિંગ માટે વ્યવસ્થા ક્યાં કરાશે..???
ભુજ શહેરના નાગરિકોની મુશ્કેલીઓમાં દિવસે ને દિવસે વધારો થઈ રહ્યો છે પરંતુ પ્રશાસન પોતાની મનમાની કરી અને નાગરિકોની મુશ્કેલીઓ સામે આંખ આડા કાન કરી રહ્યું છે ત્યારે ભુજના અનેક વિસ્તારોમાં કચરાના ગંજ ખડકાયેલા છે તો રસ્તાઓપર દુર્ગંધ મારતી ગટરો છલકાઈ રહી છે અને રાત્રી દરમિયાન રોડલાઈટો પણ બંધ હોવાને કારણે એકલ દોકલ મહિલાઓને ભયની સાથે પસાર થવું પડી રહ્યું છે તો બીજી તરફ ભુજ શહેરમાં અનેક જગ્યાએ ટ્રાફીક પોલીસ મેમાઓ આપવામાં મશગુલ દેખાય છે અને નાના ધંધાર્થીઓ જે મોટા અને ખુલ્લા રોડની સાઈડમાં ઉભા રહીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવી રહ્યાં છે તેને પજવણી કરાઈ રહી છે અને દિવસે માંડમાંડ મહેનત કરીને ૩૦૦ રૂપિયા કમાવતા ધંધાર્થીઓને ૫૦૦ થી ૧૦૦૦ રૂપિયાના દંડ ફટકારાઈ રહ્યાં અને ટ્રાફીક નિયંત્રણ કરવાની વાત કરાઈ રહી છે તેવામાં ભુજ શહેરની અંદરના મુખ્ય વિસ્તારમાંથી બાઇક પણ નીકળી શકતું નથી તેવા છઠ્ઠીબારી થી છેક અનમ રિંગરોડ સુધી જયાં સાંજના સમયે લોકો ખરીદી કરવા નીકળે છે ત્યાં રોડની બન્ને સાઈટમાં લારીઓનો ખડકલો જોવા મળે છે અને નાની મોટી કાર મનફાવે ત્યાં પાર્ક કરાય છે તે દેખાતું નહિ હોય?.તો હમીરસર તળાવ પાસે પાલિકા દ્વારા નાગરિકોને બેસવા માટે બાંકડા બનાવી આપ્યાં છે તે જગ્યાપર લારીઓ વાળાઓએ જમાવડો કર્યો છે અને નાગરિકોની જગ્યાએ બેંચોપર તેઓનો સામાન ખડકે છે તે કેમ દેખાતું નથી ત્યારે થોડા દિવસોથી શહેરના કેટલાક વિસ્તારોમાં નોપાર્કિંગના બોર્ડ લગાવાયા છે તે કેટલી અંશે યોગ્ય ગણાવી શકાય કેમ કે પોલીસ તેની કામગીરી કરે નગરપાલિકા અને ભુજ વિસ્તાર વિકાસ સતા મંડળ ભ્રષ્ટાચાર આચરીને દબાણ કારોને છાવરે અને આ તંત્ર વચ્ચે નાગરિકોની મુશ્કેલીઓમાં વધારો થઈ રહ્યો છે ભૂકંપ બાદ ટાઉનપલાનિંગ કરાયું અને ૩૬ પાર્કિંગ પ્લોટ ફાળવવામાં આવ્યા હતા આ બાબતે આમ આદમી પાર્ટીના દતેશ ભાવસારે વિગતો આપતા જણાવ્યું હતું કે આપના બજારની સામે આવેલા અંતિમ ખંડ નંબર ૬૧૧ વાડું પાર્કિંગ પ્લોટ તંત્ર દ્વારા વહેંચી નખાયું તો અનેક પાર્કિંગ પ્લોટોપર દબાણ થયેલા છે ત્યારે હાલ એક પાર્કિંગ પ્લોટ ખુલ્લું નથી કે વાહન ચાકલો પોતાનું વાહન ત્યાં પાર્કિંગ કરીને તેનું કામકાજ પૂર્ણ કરી શકે તેવામાં આ નોપાર્કિંગના બોર્ડ મારી દેવાયા છે જે જિલ્લા સમહર્તાની પરવાનગીથી આ મહત્વની કામગીરી કરવાની થતી હોય છે અને નાગરિકોની રાય માંગવાની થતી હોય છે ત્યારે આ નોપાર્કિંગનાં બોર્ડ લગાવવા માટે આવી કોઈ કાર્યવાહી તંત્ર દ્વારા કરવામાં આવી નથી જેથી આ નિયમો મુજબની કાર્યવાહી કરવામાં આવી હોય તેવું જણાતું નથી અને વધુમાં ઉમેર્યું હતું કે હોટલ વિરામની સામે બે લીલા ગુલમહોરના ઝાડ તંત્ર દ્વારા કાપી દેવાયા કે ઝાડના છાંયડાનીચે કોઈ પોતાના વાહનો પાર્ક ન કરે આ બાબતે આમ આદમી પાર્ટીના વોર્ડ નંબર ૮ અને ૧૦ ના ઉમેદવારોએ પાર્કિંગ પ્લોટો જો તેઓ ચૂંટાશે તો ખુલ્લા કરાવશે તેવું સોગંધનામું રજૂ કરાયું છે અને ખોટું સોગંધનામું કરવું એ ગુનો બને છે આવામાં નાગરિકો પોતાની વ્યથા ક્યાં ઠાલવે તેની દયનિય પરિસ્થિ કોણ સમજે અને જો થોડી ભૂલ થઈ કે તરત ટ્રાફીક પોલીસ તેને મેમો પધરાવીને દંડ કરે છે ત્યારે લક્જરીયર્સ કારો અને મોટા વેપારી અને આગેવાનોને કોઈજ દંડ આપવામાં આવતું નથી ગમેત્યાં બિનદાસ્ત વાહનો કાળાડિબાંગ કાંચ સાથે રસ્તા વચ્ચે પાર્ક કરીને ટ્રાફીક અવરોધે છે ત્યારે ભુજ શહેર ટ્રાફીક પોલીસ ભુજ વિસ્તાર વિકાસ સતા મંડળ અને ભુજ નગરપાલિકા દ્વારા પહેલા જે પાર્કિંગ પલોટો પર દબાણ થયાં છે તે ખુલ્લા કરાવવા દબાણકારો પર કાર્યવાહી કરવામાં આવે અને છઠ્ઠીબારી થી અનમ રિંગરોડ સુધીમાં જે ટ્રાફીકને નડતરરૂપ ખડકલાઓ છે તે દૂર કરાય હમીરસર પાસે નાગરિકો માટે રખાયેલા બેંચો ખુલ્લા કરાવાય જેથી નાગરિકોને થોડી રાહત થાય આ બાબતે જિલ્લા સમહર્તાએ એક વખત સાંજના સમયે આ વિસ્તારોની ઓચિંતી મુલાકાત લેવી જોઈએ જેથી તંત્રની કાર્યવાહી કેટલી યોગ્ય છે તે નિહાળી શકાય તેવું શહેરના જાગૃત નાગરિકોમાં ચર્ચાઓ ઉઠવાપામી છે
