અમદાવાદઃ સમગ્ર વિશ્વમાં કોરોના વાયરસની મહામારી કહેર વર્તાવ્યો છે. તે હુજુ શાંત નથી પડ્યો ત્યા તેના નવા સ્ટ્રેને હાહાકાર મચાવ્યો છે. ત્યારા કોરોનાના નવા સ્ટ્રેન અંગે રાજ્યમાં રાહતના સમાચાર આવ્યા છે. યુકેથી આવેલા ચાર ગુજરાતી પ્રવાસીઓએ નવા સ્ટ્રેનને મ્હાત આપી છે. નવા સ્ટ્રેનથી સાજા થતા ચારેય પ્રવાસીઓને SVP હોસ્પિટલમાંથી રજા અપી દેવામાં આવી છે. અમદાવાદના બે, ભરૂચ, દીવના પેસેન્જરો આ વાયરસથી મુક્ત થયા છે, પરંતુ તેઓને સાત દિવસ હોમ આઇસોલેશનમાં રહેવું પડશે.
