પોરબંદર: કોરોના વાયરસની મહામારીને ધ્યાને લઇ કીર્તિમંદિર સંચાલન સમિતિ દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. કીર્તિમંદિર ખાતે દર વર્ષે સવારે 9 વાગ્યે નૂતનવર્ષ સ્નેહમિલન કાર્યક્રમ યોજાતો હોય છે. દરેક નવા વર્ષે વર્ષોથી ભાગવતાચાર્ય રમેશભાઇ ઓઝા તેમજ પોરબંદરના ધારાસભ્ય તેમજ જિલ્લા કલેકટર સહિતના અધિકારીઓ અને શહેરના આગેવાનો-શહેરીજનો આ નૂતનવર્ષ સ્નેહમિલન કાર્યક્રમમાં ભાગ લેતા હોય છે.
આ વર્ષે કોરોના વાયરસની મહામારીની પરિસ્થિતિને ધ્યાને રાખી કીર્તિમંદિર સંચાલન સમિતિ દ્વારા સ્નેહમિલન કાર્યક્રમ મોકૂફ રાખવા નિર્ણય લેવાયો છે.
