FASTag એપમાં નવા અપડેટ,યૂઝર્સ મળશે હવે આવા ફીચર

1 જાન્યુઆરી 2021થી દેશના તમામ ટોલ પ્લાઝા પર Fastag (FASTag)ફરજિયાત કરવામાં આવશે. સાથે નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા (NHAI)એ ફાસ્ટાગ એપ (FASTag)માં એક નવા ફીચર ઉમેરી છે. આની મદદથી યૂઝર્સ એપમાં બેલેન્સ ચેક કરી શકશે.

NHAIએ જણાવ્યું છે કે, 1 જાન્યુઆરીથી Fastag દરેક વ્હીકલ માટે ફરજિયાત છે. એવામાં NHAIએ Fastagએપને ચેક બેલેન્સ સ્ટેટસ ફીચરની સાથે અપડેટ કર્યા છે. ફાસ્ટેગમાં કેટલુ બેલેન્સ બાકી છે, તેને જાણવા માટે યૂઝર્સને એપમાં વાહન સંખ્યા ઉમેરવી પડશે.

આ એપડેટથી બન્ને યૂઝર રિયલ ટાઈમ બેસિસ પર ફાસ્ટેગનું બેલેન્સ સ્ટેટસ ચેક કરી શકશે અને તેને લઈને થતા વિવાદો દૂર થઈ શકશે. નવા ફીચર એટલા માટે લાવવામાં આવ્યું છે જેથી ટોલ પ્લાઝા પર યૂઝર્સ ફીસની ભરપાઈ ફાસ્ટેગ દ્વારા થઈ શકે અને વેટિંગ ટાઈમ ઘટી શકે.તેનાથી સમય અને ઈધણની પણ બચત થશે સાથે ક્યાય સ્ટોપ કર્યા વગર અવરજવર કરી શકો છો.

આ સિવાય ઓથોરિટીએ બ્લેકલિસ્ટ કરેલા ટેગ્સની રીફ્રેશ સમય મર્યાદા પણ ઘટાડી છે. આ મર્યાદા વર્તમાન 10 મિનિટથી ઘટાડીને 3 મિનિટ કરવામાં આવી છે. આની પાછળનો ઉદ્દેશ એ છે કે ઇલેક્ટ્રોનિક ટોલ કલેક્શન સિસ્ટમમાં સ્ટેટસને ઝડપથી અપડેટ કરી શકાય છે અને એપમાં ફ્રેશ સ્ટેટસ જોઇ શકાય છે.

કલર કોડ્સમાં જોવા મળશે સ્ટેટસ

‘માઈ ફાસ્ટેગ એપ’ ફાસ્ટેગ વોલેટ બેલેન્સના સ્ટેટસને લઈને કોડ્સના રૂપમાં જોવા મળશે. પર્યાપ્ત બેલેન્સની સાથે એક્ટિવ ટેગ માટે ગ્રીન કલર કોડ, ઓછુ બેલેન્સ વાળા ટેગ માટે ઓરેન્જ કલર કોડ અને બ્લેકલિસ્ટેડ ટેગ માટે રેડ કલર નક્કી કરવામાં આવ્યા છે.

ઓરેન્જ સ્ટેટસમા વ્હીકલ યુઝર્સ ફાસ્ટેગને મોબાઈલ એપથી ઝડપથી રિચાર્જ કરી શકે છે અથવા ટોલ પ્લાઝા પ્વોઈન્ટ ઓફ સેલ (POS) પર ઈન્ટેન્ટ રિચાર્જ સુવિધાના લોભ લઈ શકે છે. આખા દેશમા ટેલ પ્લાઝા પર 26 બેન્કની સાથે કરારમાં 40000 POSes લગાવવામાં આવ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

For security, use of Google's reCAPTCHA service is required which is subject to the Google Privacy Policy and Terms of Use.

I agree to these terms.

Share via
Copy link
Powered by Social Snap