સંસદનું નવું ભવન આત્મનિર્ભર ભારતનું સાક્ષી બનશે: પીએમ મોદી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગુરૂવારે નાવા સંસદ ભવનના નિર્માણ માટે વિધીવત શિલાન્યાસ અને ભૂમિ પૂજન કર્યું છે. આ અવરસ પર પીએમ મોદીએ કહ્યું કે, આજનો દિવસ ખૂબજ ઐતિહાસિક છે. આજના દિવસે ભારતના લોકશાહી ઈતિહાસમાં મીલના પત્થરની જેમ છે.

પીએમ મોદીએ કહ્યું હતું કે,”અમે ભારતના લોકો મળીને આપણી સંસદની આ નવા ભવનનું નિર્માણ કરીશું અને તેનાથી શું સુંદર હશે, આમાંથી શું પવિત્ર બનશે, જ્યારે ભારત પોતાની આઝાદીના 75 વર્ષ ઉજવશે, તો તે આપણી સંસદનું નવું ભવન બનશે.

પીએમ મોદીએ 2014માં સંસદમાં પ્રથમ દિવસને યાદ કરતા કહ્યું હતું કે,મે મારા જીવનનો એ ક્ષણ ક્યાર નહીં ભુલી શકુ, જ્યારે 2014માં પ્રથમ વાર એક સાંસદ તરીકે મે સંસદ ભવનમાં આવવાનો અવસર મળ્યો હતો. ત્યારે લોકતંત્રના આ મંદિરમાં પગ રાખતા પહેલા મે, માથુ જુકાવાની લોકતંત્રના આ મંદિરને નમન કર્યું હતું.

પીએમએ કહ્યું કે નવા સંસદ ભવનની જરૂરિયાત વર્ષોથી અનુભવાય છે. આવી સ્થિતિમાં, આપણા બધાની જવાબદારી છે કે 21 મી સદીના ભારતને સંસદનું નવું ભવન મળવું જોઈએ. તેને ધ્યાનમાં લઈને શુભારંભ થઈ રહ્યું છે.

જો જૂના સંસદ ભવન આઝાદી પછીના ભારતને દિશા આપે, તો નવું ભવન આત્મનિર્ભર ભારતના નિર્માણનું સાક્ષી બનશે. જો જૂની બિલ્ડિંગમાં દેશની જરૂરિયાત પૂરી કરવા માટે કામ કરવામાં આવે તો નવી ઇમારતમાં 21મી સદીની ભારતની આકાંક્ષાઓ પૂરી થશે.

નવા સંસદ ભવનમાં લોકસભાનું કદ હાલના કરતા ત્રણ ગણા વધારે હશે. રાજ્યસભાનું કદ પણ વધશે. ટાટા પ્રોજેક્ટ્સ લિમિટેડ દ્વારા કુલ, 64,500૦૦ ચોરસમીટર વિસ્તારમાં નવા સંસદ ભવનનું નિર્માણ કરવામાં આવશે. નવા સંસદ ભવનની ડિઝાઇન એચસીપી ડિઝાઇન પ્લાનિંગ અને મેનેજમેન્ટ પ્રાઇવેટ લિમિટેડ દ્વારા તૈયાર કરવામાં આવી છે.

આ બિલ્ડિંગની કિંમત 61 કરોડ છે. તેનું નિર્માણ સેન્ટ્રલ વિસ્ટા રિડેવલપમેન્ટ પ્રોજેક્ટ હેઠળ કરવામાં આવશે.

બિલ્ડિંગ ત્રિકોણાકાર માળખું હશે અને તેની ઉંચાઈ જૂની ઇમારત જેવી જ હશે. તેમાં એક મોટો કોન્સ્ટિટ્યુશન હોલ, સાંસદો માટે એક લાઉન્જ, એક લાઇબ્રેરી, અનેક કમિટી રૂમ, ડાઇનિંગ એરિયા જેવા ઘણા ડબ્બા હશે. લોકસભા ચેમ્બરમાં 888 સભ્યોની બેઠક ક્ષમતા હશે. જ્યારે રાજ્યસભામાં 384 બેઠકો હશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

For security, use of Google's reCAPTCHA service is required which is subject to the Google Privacy Policy and Terms of Use.

I agree to these terms.

Share via
Copy link
Powered by Social Snap