નવા કૃષિ કાયદાથી ખેડૂતો માટે સંભાવનાઓ દ્વાર ખુલ્યા: પીએમ મોદી

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 29 નવેમ્બરના રોજ પોતાના રેડિયો કાર્યક્રમ ‘મન કી બાત’ દ્વારા દેશવાસીઓને સંબોધન કર્યું હતું. આ દરમિયાન તેમણે નવા કૃષિ કાયદાઓનો પણ ઉલ્લેખ કર્યો હતો.

પીએમ મોદીએ કહ્યું કે, “થોડા દિવસો પહેલા કૃષિ સુધારાઓથી ખેડૂતો માટે નવી સંભાવનાઓ ખુલી છે. વર્ષોથી, ખેડૂતોની માંગણીઓ, જે માંગણીઓ દરેક રાજકીય પક્ષોએ તેમને પૂર્ણ કરવા માટે અમુક સમયે વચન આપ્યું હતું, તે માંગણીઓ પૂર્ણ કરવામાં આવી છે.”

સાથે પીએમ મોદીએ કહ્યું કે, “ઘણી વિચાર-વિમર્શ બાદ ભારતની સંસદે કૃષિ સુધારાને કાયદાકીય સ્વરૂપ આપ્યો. આ સુધારાઓથી માત્ર ખેડૂતોના ઘણા બંધનો જ અંત આવ્યો નથી, પરંતુ તેમને નવા અધિકારો પણ મળ્યા છે, નવી તકો પણ મળી છે.”

કાર્યક્રમની શરૂઆતમાં પીએમ મોદીએ કહ્યું કે,”આજે હું તમને બધા સાથે એક સારા સમાચાર શેર કરવા માંગું છું. દરેક ભારતીયને એ જાણીને ગર્વ થશે કે દેવી અન્નપૂર્ણાની ખૂબ જ જૂની મૂર્તિ કેનેડાથી ભારત આવી રહી છે. આ પ્રતિમા લગભગ 100 વર્ષ પહેલા વારાણસીના એક મંદિરમાંથી ચોરી કરવામાં આવી હતી અને તેને દેશની બહાર મોકલવામાં આવી હતી.”

પીએમ મોદીએ કહ્યું, ‘માતા અન્નપૂર્ણા કાશી સાથે ખૂબ જ ખાસ સંબંધ ધરાવે છે. હવે તેમની પ્રતિમા પરત આવતા આપણા બધા માટે આનંદદાયક છે.”

પીએમ મોદીએ કહ્યું કે, ”માતા અન્નપૂર્ણાની પ્રતિમાની પરત આવતાની સાથે જ એક સંયોગ પણ છે કે થોડા દિવસો પહેલા જ વર્લ્ડ હેરિટેજ વીકની ઉજવણી કરવામાં આવી છે. વર્લ્ડ હેરિટેજ સપ્તાહ સંસ્કૃતિ પ્રેમીઓને જૂના સમય પર પાછા ફરવા, તેમના ઇતિહાસના મહત્વપૂર્ણ મુદ્દાઓની અન્વેષણ કરવાની શ્રેષ્ઠ તક પૂરી પાડે છે.”

‘મન કી બાત’માં પીએમ મોદીએ આ ખાસ વોતો

• “આજે, દેશમાં ઘણા મ્યૂજિયમ અને પુસ્તકાલયો તેમના કલેક્શનને પૂર્ણ ડિજિટલ બનાવવા માટે કામ કરી રહ્યા છે. દિલ્હીના અમારા રાષ્ટ્રીય સંગ્રહાલયે આ સંદર્ભે કેટલાક પ્રશંસનીય પ્રયાસો કર્યા છે.”
• “આ મહિને 12 નવેમ્બરથી ડો. સલીમ અલી જીની 125મી જન્મ જયંતિની ઉજવણી શરૂ થઈ છે. ડોક્ટર સલીમે બર્ડ વોચિંગની દુનિયામાં નોંધપાત્ર કામ કર્યું છે. વિશ્વમાં બર્ડ વચિંગે ભારતને પણ આકર્ષ્યું પણ છે.
• “ભારતમાં ઘણી બધી બર્ડ વોર્ચિંગ સોસાઈડી સંક્રિય છે. તમે પણ આ વિષય સાથે જોડાવા. મારા ભગદોર જીવનમાં મને પણ કેવડિયામાં પક્ષીઓ સાથે સમય વિતાવવાની ખૂબ જ યાદગાર તક મળી હતી.

ભારતની સંસ્કૃતિ વિશે પીએમ મોદીએ કહ્યું કે, “ભારતની સંસ્કૃતિ અને શાસ્ત્રો હંમેશાં સમગ્ર વિશ્વ માટે આકર્ષણનાં કેન્દ્ર રહ્યાં છે. ઘણા લોકો તેમની શોધમાં ભારત આવ્યા અને કાયમ અહીં રહ્યા, ઘણા લોકો તેમના દેશમાં પાછા ગયા અને આ સંસ્કૃતિના વાહક બન્યા છે.”

રેડિયો કાર્યક્રમમાં પીએમ મોદીએ કહ્યું હતું કે, 30 નવેમ્બરના રોજ આપણે શ્રી ગુરુ નાનક દેવજીના 551મા પ્રકાશ પર્વની ઉજવણી કરીશું. ગુરુ નાનક દેવ જીનો પ્રભાવ સમગ્ર વિશ્વમાં સ્પષ્ટ રીતે દેખાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

For security, use of Google's reCAPTCHA service is required which is subject to the Google Privacy Policy and Terms of Use.

I agree to these terms.

Share via
Copy link
Powered by Social Snap