નીરવ મોદીના ભાઈએ હવે અમેરિકામાં લખણ છળકાવ્યા, આવો કેસ થયો દાખલ

ભાગેડુ હીરાના વેપારી નીરવ મોદીના ભાઈ નેહલ મોદી પર વિશ્વની સૌથી મોટી ડાયમંડ કંપનીમાંની એક મલ્ટિલેયર્ડ સ્કીમ દ્વારા 2.6 મિલિયન ડોલર (19 કરોડ રૂપિયાથી પણ વધુ) ની છેતરપિંડી કરવાનો આરોપ લગાવ્યો છે.

નેહલ પર મેનહટ્ટનમાં સ્થિત એક ડાયમંડ હોલસેલ કંપની પાસેથી 2.6 મિલિયન ડોલરથી પણ વધુનિ કિંમતના હીરા ખરીદવા માટે સુપ્રીમ કોર્ટમાં ‘ફર્સ્ટ ડ્રિગ્રીમાં મોટી ચોરી’ કરવાનો આરોપ લગાવવામાં આવ્યો છે.ન્યૂયોર્કના કાયદા હેઠળ પ્રથમ ડિગ્રીમામો મોટી ચોરી કરવાનો ગુન્હામાં લગભગ 1 મિલિયન ડોલરથી પણ વધુ ચોરી છે, જેમાં મહત્તમ સજા 25 વર્ષની જેલ થઈ શકે છે.

જણાવી દઈએ કે, પંજાબ નેશનલ બેંકને લગતા 13,500 કરોડ રૂપિયાની છેતરપિંડીના મામલે નેહલ મોદી ભારતમાં વોન્ટેડ છે અને ભારતની વિનંતી પર ઇન્ટરપોલએ પણ તેમની સામે રેડ નોટિસ જારી કરી છે. તે તેની ધરપકડ માટે વિશ્વભરના કાયદા અમલ એજન્સીઓને વિનંતી કરે છે. નેહલનું પ્રત્યર્પણ હજી બાકી છે.

શું છે મામલો

આ છેતરપિંડીની શરૂઆત 2015થી થઈ હતી, જ્યારે નેહલ મોદીએ “ખોટી પ્રેજેન્ટેશન” કરવા માટે એલએલડી ડાયમંડ યુએસએથી 2.6 મિલિયન ડોલરમાં હીરા લીધા હતા. કાર્યવાહીમાં જણાવ્યું હતું કે માર્ચ 2015માં, મોદીએ પ્રથમ કંપનીને આશરે 8,00,000 ડોલરના હીરા આપવા કહ્યું હતું અને કહ્યું હતું કે તેઓ કોસ્ટકો હોલસેલ કોર્પોરેશન નામની કંપનીને શક્ય વેચાણ માટે બતાવશે.

કોસ્ટકોએ એક ચેન છે જે સદસ્યો તરીકે જોડાતા ગ્રાહકોને ઓછા ભાવે હીરા વેચે છે. ત્યારે મોદીએ દાવો કર્યો હતો કે કોસ્ટકો હીરા ખરીદવા માટે સહમત છે. જે બાદ એલએલડીએ તેમને 90 દિવસની અંદર ચુકવણી કરવાનું ક્રેડિટ આપ્યું હતું.

કોસ્ટકોએ તે હીરાને બીજી કંપનીને ટૂંકા ગાળાની લોન માટે આપ્યા હતા. ત્યાર બાદ મોદીએ ફરીથી એલએલડીમાંથી હીરા લીધા. આ સમય દરમિયાન એલએલડીને થોડી ચુકવણી કરવામાં આવી હતી પરંતુ તે ખૂબ ઓછી હતી.

બાદમાં એલએલડીને છેતરપિંડીની જાણ થઈ અને હીરા અથવા તેમના પૈસાની માંગણી કરી હતી. ત્યાં સુધીમાં, મોદીએ હીરા વેચવાના તમામ પૈસા ખર્ચ કરી નાખ્યા હતાં. ત્યાર બાદ એલએલડીએ મેનહટનમાં પ્રોસીક્યુટરની ઓફિસમાં ફરિયાદ નોંધાવી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

For security, use of Google's reCAPTCHA service is required which is subject to the Google Privacy Policy and Terms of Use.

I agree to these terms.

Share via
Copy link
Powered by Social Snap