ઇન્ડિયન આઇડલમાં ઉધાર પૈસા લઈને આવેલો કન્ટેસ્ટન્ટ રાતો રાત બન્યો લાખોપતી,જાણો કેવી રીતે

સિંગિંગ રિયાલિટી શો ઇન્ડિયન આઇડલ 12 ટૂંક સમયમાં શરૂ થવા જઈ રહ્યો છે અને પ્રેક્ષકો તેની આતુરતાથી રાહ જોઇ રહ્યા છે. શોનો પ્રોમો પણ સોશિયલ મીડિયા પર દેખાવા લાગ્યા છે. આ દિવસોમાં આ શોમાં ઓડિશન આપવા આવેલા જયપુરના હરીફ શહજાદ અલીનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે.

નેહા કક્કરે કરી મદદ

શોમાં આવેલા શાહજાદનું કહેવું છે કે, તે જયપુરમાં કપડની દુકાનમાં કામ કરે છે. તે નાનો હતો,ત્યારે તેની માતાનું અવસાન થયું હતું, ત્યારબાદ તેની દાદીએ તેને ઉછેર્યો હતો. શહજાદ શોમાં એમ પણ કહે છે કે, તેની દાદીએ તેને મુંબઈ મોકલવા માટે બેંક પાસેથી પાંચ હજાર રૂપિયાની લોન લીધી છે. આ સાંભળીને શોની જજ નેહા કક્કર તેમની મદદ કરવામાં પોતાને રોકી ન શકી અને તેમને ભેટ રૂપે એક લાખ રૂપિયા આપ્યા. સાથે શોના બીજા જજ વિશાલ દાદલાનીએ પણ શાહજાદને ખાતરી આપી છે કે તેઓ તેને એક સારા ગુરૂ સાથે મળાવશે.

https://www.instagram.com/p/CHzyyiBnAsE/?utm_source=ig_embed

આ હશે શોના જજ

જણાવી દઈએ છે કે, શોમાં નેહા કક્કર ઘણીવાર કન્ટેસ્ટન્ટની લાઈફના સંઘર્ષ વિશે ભાવુક થઈ જાય છે અને આ સિઝનમાં પણ નેહાનો અવતાર જોવા મળશે. જણાવી દઈએ કે આ શો 28 નવેમ્બરથી શરૂ થઈ રહ્યો છે, જેમાં નેહા કક્કર અને વિશાલ દાદલાની ઉપરાંત ગાયક હિમેશ રેશમિયા હોસ્ટ કરશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

For security, use of Google's reCAPTCHA service is required which is subject to the Google Privacy Policy and Terms of Use.

I agree to these terms.

Share via
Copy link
Powered by Social Snap