‘અમારી રજૂઆત સાંભળવી પડે,આવી દાદાગીરી ન ચાલે’,વિરોધ કરે એ પહેલા જ રેશ્મા પટેલની ટિંગાટોળી

વિનય પરમાર,રાજકોટ: રાજકોટમાં ઉદય શિવાનંદ હોસ્પિટલમાં થયેલા અગ્નિકાંડ બાદ હોસ્પિટલોમાં ફાયર સેફટીને લઈ સવાલો ઉઠી રહ્યા છે ત્યારે આજે સિવિલ હોસ્પિટલમાં ફાયર સેફટી અંગે વિરોધ કરવા આવેલા એનસીપી નેતા રેશ્મા પટેલ સહિતના કાર્યકરોની પોલીસે અટકાયત કરી હતી.

'અમારી રજૂઆત સાંભળવી પડે,આવી દાદાગીરી ન ચાલે',વિરોધ કરે એ પહેલા જ રેશ્મા પટેલની ટિંગાટોળી

રાજકોટ સિવિલ હોસ્પિટલ ફાયર સેફટી અંગે વિરોધ કરવા એનસીપી નેતા રેશ્મા પટેલ આવવા હોવાની જાણ થઈ જતા પ્રનગર પોલીસે હોસ્પિટલમાં બંદોબચી ગોઠવી દીધો હતો અને વિરોધ કરવા પહોંચેલા રેશ્મા પટેલ અને તેના કાર્યકરોની સિવિલના ગેટ ઉપરની અટકાયત કરી લેવામાં આવી હતી. અને રેશ્મા પટેલને વાળ પકડી પોલીસવાનમાં બેસાડી દેવામાં આવતા પોલીસની કામગીરી સામે પણ સવાલો ઉઠી રહ્યા છે.

'અમારી રજૂઆત સાંભળવી પડે,આવી દાદાગીરી ન ચાલે',વિરોધ કરે એ પહેલા જ રેશ્મા પટેલની ટિંગાટોળી

આ અંગે રેશ્મા પટેલે પોલીસની કામગીરી સામે સવાલો ઉઠાવતા જણાવ્યું હતું કે અમારી રજૂઆત સાંભળવી પડે, આવી દાદગીરી ચલાવી લેવામાં ન આવે પોલીસે રેશ્મા પટેલ અને એનસીપીના કાર્યકરોની અટકાયત કરી પોલીસ સ્ટેશને લઈ જવામાં આવ્યા હતાં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

For security, use of Google's reCAPTCHA service is required which is subject to the Google Privacy Policy and Terms of Use.

I agree to these terms.

Share via
Copy link
Powered by Social Snap