નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB)એ શનિવારે ડ્રગ્સના કેસમાં વિખ્યાત કોમેડિયન ભારતી સિંહની ધરપકડ કરી હતી અને હવે તેના પતિ હર્ષની પણ ધરપકડ કરવામાં આવી છે. ભારતી અને તેના પતિ હર્ષના ઘરે દરોડા દરમિયાન NCBને ગાંજો મળી આવ્યો હતો, ત્યારબાદ આ કાર્યવાહી કરવામાં આવી હતી. એનસીબીએ જણાવ્યું છે કે ભારતી અને તેના પતિએ કબૂલાત કરી છે કે તેઓ ગાંજા લીધો હતો.
એનસીબીએ શનિવારે કોમેડિયન ભારતીના ઘરે દરોડો પાડ્યા હતા. આ માટે NCBને માહિતી મળી હતી કે ભારતી અને તેના પતિએ તેમના ઘરે ડ્રગ્સ અથવા નશીલા પદાર્થ રાખ્યો છો.
જે બાદ હવે NCB દ્વારા કહેવામાં આવ્યું છે કે,ભારતીના ઘરમાંથી 86.5 ગ્રામ ગાંજો મળી આવ્યો છે. તેમજ પૂછપરછ દરમિયાન બંનેએ કબૂલાત કરી છે કે આ ગાંજો તેમનો છે અને તેઓએ તેનું સેવન પણ કર્યું હતું.
જણાવી દઈએ કે, NCBએ સુશાંત સિંહ રાજપૂતના મોતને લઈને તપાસ શરૂ કરી હતી, ત્યારબાદ બોલિવૂડ અને ડ્રગ્સની તાર સતત જોડતી રહે છે. રિયા ચક્રવર્તીથી શરૂ કરીને સારા અલી ખાન, રકુલપ્રીત, દીપિકા પાદુકોણ, અર્જુન રામપાલ અને ભારતી સિંહ સુધી તપાસ પહોંચી છે.
