૨૦૨૧ નો પ્રથમ દિવસ છે પુનઃ સર્વે વાચકોને હેપી ન્યૂ યર.ચોમેર નવા વર્ષની ઉજવણી કોરોનાના બિમારીને કારણે થઈ નથી પરંતુ નવા વર્ષમાં પણ ગ્રહો નો છુપો સંકેત વૈશ્વિક બિમારીના ચુંગાલ માંથી વિદાયની થવાની સંભાવના રહેલી નથી.અગાઉ લખ્યાં મુજબ માસ્ક મસ્ટ સાથે ડીસન્ટીગ રાખવું અતિ આવશ્યક બની રહેશે.
તા.૯ સુધી ઠંડી નું પ્રમાણ વધતુ જાય ઠંડી ને કારણે સીનીયર સીટીઝનની તબિયત વધુ કથળે. અગામી રવિવારે મોડી રાત્રે શુક્ર મહારાજ ગુરુના ઘરની ધન રાશિમાં પ્રવેશ કરશે. જ્યારે પછીના દિવસે બુધ મહારાજ મકર રાશિમાં પ્રવેશ કરશે જ્યાં ગુરુ શનિ પ્લુટો સાથે યુતિમાં આવશે. સરકારી સવલતોમાં હજુ પણ,સુલભ બનાવાય,ગોચર ગ્રહોના પ્રકાશમાં આગામી દિવસો જોઈએ તો ઘણા શુભ સમાચાર પ્રાપ્ત થશે વળી ભારત સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિસદમાં અસ્થાયી સભ્ય તરીકે આવ્યું છે જે આતંકવાદ મુદ્દે વિશ્વને એકજુથ કરવામાં બહુ મોટું કાર્ય કરી શકશે અને આગામી દિવસોમાં વિશ્વસ્તરે તેની અસર પણ જોવા મળશે.
હાલમાં બુધ અને શુક્રની સ્થિતિ જોતા મંદીનો માહોલ ઉચકાતા હજુ સમય લાગશે અને ક્યારેક આગામી દિવસોમાં કુદરતી આપદાઓનો સામનો કરવો પડે તેવા સંકેતો ગ્રહો આપી રહ્યા છે,પરંતુ ભારતની કુંડળી મુજબ સાતમા સ્થાનમાં થી કેતુ અને શુક્રનું છુટ્ટા પડવું એકંદરે મધ્યમ ભ્રમણ ગણાવી શકાય.
(જાણીતા જ્યોતિષી આશિષ રાવલ)
