કિશન બાંભણિયા, ગીર સોમનાથ: ઉના શહેરમાંથી પસાર થતો રસ્તો એટલી હદે બિસમાર બની ગયેલ છે. કે આ રોડ વાહન ચાલક તથા રાહદારી માટે માથાના દુ:ખાવા સમાન બની ગયેલ અને ઉના શહેરને ધુળીયા શહેરની ઓળખ આપનાર આ રોડનું નવિનીકરણ કરવા માટે તંત્ર નિરશ બની ગયેલ હોય અને પ્રજાને હાલાકી ભોગવવાનો વખત આવેલ ત્યારે પ્રજામાં પણ નમાલી નેતાગીરીની ચર્ચાઓ ઉઠવા પામેલ ત્યારે ઉના ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા આજ રોજ માર્ગ મકાન વિભાગના મંત્રીને સંબંધી આવેદન પત્ર પાઠવી દિવસ 8 માં આ રસ્તાનુ નવિનીકરણની કામગીરી શરૂ કરવામાં નહી આવે તો ચક્કાજામ સહીત ઉગ્ર આંદોલન કરવાનું રણશીંગુ ફુકતા હવે તંત્ર હરકતમાં આવશે કે પછી આશ્વાસનના બે શબ્દો બોલી સંતોષમાની લેશે.
શહેરના મુખ્ય રસ્તા પર હાલ મસમોટા ખાડા પડી ગયા હોવાથી અનેકવાર નાના મોટા અકસ્માત સર્જાય છે. હાલ ઉના બાયપાસ હજુ શરૂ થયેલ ન હોવાથી મોટા વાહનો પણ ઉના શહેરની મધ્યમાંથી પસાર થતા હોય અને શહેરની મધ્યમાંથી પસાર થતા હોય અને શહેરનો અંદાજે 2 થી 3 કિ.મી.નો અતિ બિસ્માર હોવાથી ટ્રાફીક સમસ્યા પણ વ્યાપક જોવા મળતી હોય છે. અને ધણી વખત એમ્બ્યુલન્સ પણ સમયસર દર્દીઓને હોસ્પીટલ સુધી પોહચાડી શક્તી ન હોય તેમ છતાં તંત્રના પેટનું પાણી હલતુ ન હોય તેમ છતાં તંત્ર દ્રારા રસ્તાના નવીનીકરણ બાબત ફક્ત વાતોજ કરતા હોય પણ કામગીરી શરૂ થતી ન હોય અંતે આ હાઇવે રસ્તાના નવિનીકરણ માટે ઊના ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ ઇશ્વરભાઇ જેઠવાણી સહીતના હોદેદારો તથા વેપારીઓ દ્વારા માર્ગ મકાન વિભાગના મંત્રીને સંબોધી ઉનાના ડે.કલેક્ટરને આવેદન પત્ર પાઠવી શહેર માંથી પસાર થતા હાઇવેના નવિનીકરણનું કામ દિવસ આઠમાં શરૂ કરવામાં નહી આવે તો ઊના બંધ રાખી ચક્કાજામ સહીતના આંદોલનના શ્રીગણેશ કરવામાં આવશે.
1– હવે આશ્વાસનો નહી રોડનું નવિનીકરણ કરો
ઉના શહેરને ધૂળીયા શહેરની ઓળખ આપનાર બિસ્માર હાઇવે રોડ બાબતે અનેક રજુઆતો કરવામાં આવતા અત્યાર સુધી તંત્ર દ્વારા આશ્વાસન અપાતુ પણ હવે આશ્વાસન નહી પરંતુ રોડના નવિનીકરણનું કામ શરૂ કરાવો નો શૂર વેપારી માંથી ઉઠવા પામેલ.
2– રસ્તા માટે રાજકારણ ભુલી પ્રજાના હીતમાં રસ્તા પર આવવું જોઇએ
રસ્તાની મરામત માટે રાજકારણ ભુલી પ્રજાના હીત માટે આગેવાનોએ રસ્તા પર ઉતરી રસ્તાની કામગીરી શરૂ કરાવામાં આવે તેવી પ્રજા માંથી માંગણી ઉઠવા પામેલ છે. કેમ કે પ્રજા અંતે તો આગેવાન પાસે રજુઆત કરવા જશે.
