અમેરિકી સ્પેસ એજન્સી NASA દ્વારા મોકલવામાં આવેલો રોવર ‘પર્સવિરન્સ’ મંગળ ગ્રહ પર સફળતાપૂર્વક ઉતરી ચુક્યો છે. રોવરને કોઈ પણ ગ્રહની સપાટી પર ઉતરવું પડકારજનક હોઈ છે.
NASAનું આ ઐતિહાસિક મિશન શું છે ?
રોવર પાસે બે માઇક્રોફોનવાળા 25 કેમેરા છે. આ 6 પૈડાંવાળા રોવર તેના 7 ફુટના આર્મનો ઉપયોગ કરી પથ્થરો અને બાકીના નમૂનાઓ એકત્રિત કરવા માટે કરશે, જે ગ્રહ પર ક્યારેય જીવન હતું કે કેમ તેવા પ્રશ્નોના જવાબ આપી શકે છે.
વૈજ્ઞાનિકોનું માનવું છે કે, જો મંગળ પર ક્યારેય જીવ હોત, તો તે ગ્રહ પર પાણી વહેતું હોય ત્યારે ત્રણથી ચાર અરબ વર્ષ પહેલાં થયું હોત.
વૈજ્ઞાનિકોને આશા છે કે રોવર દર્શનશાસ્ત્ર, ધર્મશાસ્ત્ર અને અવકાશ વિજ્ઞાન સંબંધિત મુખ્ય પ્રશ્નના જવાબો મેળવી શકે છે.
આ પ્રોજેક્ટના વૈજ્ઞાનિક કેન વિલિફોર્ડે કહ્યું, “શું આપણે આ વિશાળ બ્રહ્માન્ડ રૂપી રણમાં એકલા છીએ કે બીજે ક્યાંય જીવન છે?” શું જીવન ક્યારેય, ક્યાંય પણ અનુકૂળ પરિસ્થિતિઓ આપે છે?”
NASAના સાઈન્સ મિશન ડિરેક્ટોરેટના એસોસિયેટ એડમિનિસ્ટ્રેટર, થોમસ ઝૂર્બુચેને મંગળવારે કહ્યું હતું કે, “પર્સવિરન્સ NASAનું અત્યાર સુધીની સૌથી મહત્વાકાંક્ષી મંગળ રોવર મિશન છે. મંગળ પર અગાઉ ક્યારેય જીવન હતું કે નહીં તે શોધવાનું આ મિશન છે.” આ સવાનો જવાબ અમને લેન્ડિંગ ટીમથી મળશે જે જજેરો ક્રેટર સુધી લઈ જશે.”
જેજેરો એક બેસિન છે અને વૈજ્ઞાનિકો માને છે કે એક પ્રાચીન નદી ત્યાં વહેતી હતી અને તેનો કાટમાળ ત્યાં જમા થાય છે. વૈજ્ઞાનિકો માને છે કે અહીંના વાતાવરણમાં જીવનના સુબત સંરક્ષિત થઈ શકે છે.
‘પર્સિવરન્સ’ એ NASA દ્વારા મોકલેલો સૌથી મોટો રોવર છે. 1970 ના દાયકાથી યુએસ સ્પેસ એજન્સીનું આ નવમો મંગળ મિશન છે.
