રાજેશ દેથલીયા,અમરેલી: રાજુલાના કુંડલિયાળા ગામે ૨૨ વર્ષીય યુવકની હત્યાની ચકચારી ઘટના સામે આવી છે. રસિક દાનાભાઈ વાળા નામના યુવાનની અજાણ્યા શખ્સો દ્વારા તીક્ષ્ણ હથિયારનાં ઘા મારી મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યો હતો. આ ઘટનાની જાણ કુંડલિયાળા સરપંચ અને તાલુકા કોંગ્રેસ પ્રમુખ ગાંગાભાઈ હડિયા તથા હિતેષ સોલંકી સહિત આગેવાનો ઘટના સ્થળે દોડી ગયા હતાં. પોલીસે હત્યાની ઘટનાને લઈને આગળની તપાસ હાથ ધરી છે.અજાણ્યા આરોપીઓ કોણ અંગે શોધખોળ હાથ ધરવામાં આવી છે.
